ટોપ ન્યૂઝબિઝનેસ

The Ken Report : હિંડનબર્ગ બાદ ધ કેનનો રિપોર્ટ આવ્યો સામે, અદાણી ગ્રુપ પર લગાવ્યા આ આરોપ !

Text To Speech

વિવિધ સેક્ટરમાં બિઝનેસ કરી રહેલા અદાણી ગ્રુપ માટે આ વર્ષ સારું રહ્યું નથી. દેશના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીની કંપનીઓ આ વર્ષની શરૂઆતથી જ સતત આંચકાનો સામનો કરી રહી છે. પહેલા હિંડનબર્ગ અદાણી રિપોર્ટમાં અદાણી જૂથને નિશાન બનાવાયું હતું અને હવે ધ કેન અદાણી રિપોર્ટ અને રેટિંગ એજન્સી ફિચ રિપોર્ટે મુશ્કેલીમાં વધારો કર્યો છે.

કેન રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગ્રૂપના પ્રમોટર્સે ગિરવે મૂકેલા શેરો સામે લોનના હપ્તા ચૂકવ્યા નથી. આ અહેવાલની અદાણી ગ્રુપના શેર પર ખરાબ અસર પડી હતી. આના કારણે અદાણી ગ્રુપના શેરમાં લગભગ એક મહિનાથી ચાલી રહેલી તેજી પર બ્રેક લાગી હતી. રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના તમામ 10 શેર સતત બે દિવસથી નીચે ગયા છે. આ અહેવાલને કારણે અદાણી જૂથની કંપનીઓમાં માત્ર બે દિવસમાં $01 બિલિયનથી વધુનો ઘટાડો થયો છે. બીજી તરફ, અદાણી જૂથે કેનના અહેવાલમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને સ્પષ્ટપણે ફગાવી દીધા છે. અદાણી જૂથનું કહેવું છે કે કેનના રિપોર્ટમાં ખોટા દાવા કરવામાં આવ્યા છે. અદાણી ગ્રુપ દ્વારા આરોપોને નકારતા કહેવાયું હતું કે, $2.15 બિલિયનની માર્જિન-લિંક્ડ શેર-બેક્ડ લોનની સંપૂર્ણ ચુકવણી કરી છે. ગ્રૂપે આ સંદર્ભમાં એક નિવેદન આપીને જણાવ્યું હતું કે ગ્રૂપની કંપનીઓ અદાણી ગ્રીન, અદાણી પોર્ટ્સ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઇઝિસના ગીરવે મૂકાયેલા શેરમાં ઘટાડો થયો છે.અદાણી પોર્ટ-humdekhengenews અદાણી ગ્રીનમાં પ્લેજ કરેલા શેર, જ્યાં તે 31 ડિસેમ્બર, 2022ના રોજ 4.4 ટકા હતા, તે 27 માર્ચ, 2023ના રોજ ઘટીને 3.5 ટકા થઈ ગયા હતા. એ જ રીતે, અદાણી પોર્ટ્સના પ્લેજ્ડ શેર 17.3 ટકાથી ઘટીને 4.7 ટકા, અદાણી ટ્રાન્સમિશનના 6.6 ટકાથી ઘટીને 3.8 ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝના 2.7 ટકાથી ઘટીને 0.6 ટકા થયા હતા. ગ્રૂપે એવો પણ દાવો કર્યો છે કે હિંડનબર્ગના રિપોર્ટ બાદ કોઈપણ ઓપરેટિંગ કંપનીના શેર ગિરવે મૂકીને કોઈ લોન લેવામાં આવી નથી. હવે અદાણી જુથ અને ધ કેન રિપોર્ટમાં સાચું કોણ છે એ આવનાર સમયમાં જોવું રહ્યું.

Back to top button