મનોરંજન

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ! ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ કરી આપી માહિતી

Text To Speech

કાશ્મીર ફાઇલ્સ ખૂબ જ વિવાદાસ્પદ પરંતુ ખૂબ જ લોકપ્રિય હિન્દી ફિલ્મ છે. ફિલ્મના ડિરેક્ટરે જણાવ્યું કે તેને ‘ઓસ્કર 2023’ માટે પ્રથમ યાદીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.

ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ થોડા સમય પહેલા ટ્વીટ કર્યું હતું જેણે દરેકનું ધ્યાન ખેંચ્યું. વર્ષ 2022માં આવેલી તેમની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને ‘ઓસ્કર 2023’ માટે પ્રથમ યાદીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ યાદીમાં ધ કાશ્મીર ફાઇલ્સ સાથે કેટલીક અન્ય હિન્દી ફિલ્મો પણ સામેલ છે. વિવેક અગ્નિહોત્રીએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને અન્ય ભારતીય ફિલ્મોને શુભેચ્છા પાઠવી છે અને તેમની ફિલ્મના ઓસ્કાર શોર્ટલિસ્ટમાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ શેર કર્યા છે.

કાશ્મીર ફાઇલ્સ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ

કાશ્મીરી પંડિતોના જીવન અને મુશ્કેલીઓની સત્ય ઘટનાઓ પર આધારિત ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ હવે વૈશ્વિક સ્તરે ખ્યાતિ મેળવી રહી છે. ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે તેને ‘ઓસ્કર 2023’ની પ્રથમ યાદી હેઠળ શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ યાદીમાં કેટલીક અન્ય ભારતીય ફિલ્મોના નામ પણ સામેલ છે. પોતાની ફિલ્મ વિશે આ માહિતી આપતા વિવેક અગ્નિહોત્રીએ તમામ ભારતીય ફિલ્મોને શુભકામનાઓ આપી છે.

The Kashmir Files - Hum Dekhenge News

આ ભારતીય ફિલ્મોના નામ ઓસ્કાર 2023ની શોર્ટલિસ્ટેડ ફિલ્મોમાં સામેલ 

તમને જણાવી દઈએ કે અહેવાલો અનુસાર, ઓસ્કરની આ યાદીમાં તે ફિલ્મોના નામ સામેલ છે જેને નોમિનેશન માટે ધ્યાનમાં લેવા જોઈએ. આ યાદીમાં ‘કંતારા’, ‘RRR’ અને ગંગુબાઈ કાઠિયાવાડીની સાથે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ આ યાદીનો ભાગ છે. તેમજ ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી ‘છેલો શો’ પણ આ લિસ્ટમાં સામેલ છે.

તમને જણાવી દઈએ કે વિવેક અગ્નિહોત્રીએ વધુ એક ટ્વિટ કર્યું છે. તેમણે ફિલ્મના કલાકારોની ‘બેસ્ટ એક્ટર કેટેગરી’ સંબંધિત નોમિનેશનની વિગતો આપવામાં આવી છે. જેમાં પલ્લવી જોશી,મિથુન ચક્રવર્તી, દર્શનકુમાર, અનુપમ ખેર આ બધા શ્રેષ્ઠ અભિનેતાઓને ‘બેસ્ટ એક્ટર કેટેગરી’ માટે શોર્ટલિસ્ટ કરાયા છે. આ તો માત્ર શરૂઆત છે. હજુ તો આગળ એક બહુ લાંબો રસ્તો છે.

Back to top button