નેશનલ
અતીક અહેમદ ગોળીબારના ત્રણેય આરોપીઓની ન્યાયિક કસ્ટડી 12 મે સુધી લંબાવવામાં આવી


- માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા કેસ મામલો
- ત્રણેય આરોપીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા CJM કોર્ટમાં રજૂ કરાયા
- કોર્ટે ત્રણેય આરોપીઓની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી
માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાના કેસમાં ત્રણેય આરોપીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા CJM કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ કોર્ટે ત્રણેય આરોપીઓની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી છે. 12 મેના રોજ આરોપીને ફરીથી CJM કોર્ટમાં રજૂ કરવાનો રહેશે. આજે સુરક્ષાના કારણોસર પોલીસે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રોડક્શન હાથ ધર્યું હતું.

શૂટર્સ લવલેશ તિવારી, અરુણ મૌર્ય અને સન્ની સિંહની જ્યુડિશિયલ કસ્ટડી રિમાન્ડ 12 મે સુધી લંબાવવામાં આવી છે. ત્રણેય આરોપીઓ હાલમાં પ્રતાપગઢ જિલ્લા જેલમાં બંધ છે, કેસની તપાસ કરી રહેલી SITએ 4 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર લીધા છે અને તેમની પૂછપરછ કરી છે.