ગુજરાત

રાજકોટ ન્યાયપાલિકામાં બદલી પામીને આવેલા ન્યાયાધીશો સંભાળશે સોમવારે ચાર્જ

Text To Speech

હાલમાં જ ગુજરાત રાજ્યના 668 ન્યાયાધીશોની બદલી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં કોર્ટની ફિઝિકલ કાર્યવાહી બંધ રહેતા ઘણા સમયથી આ બદલીઓ અટકી પડી હતી. જોકે બદલી-બઢતીના ઓર્ડર અપાતા હવે રાજકોટ ન્યાયપાલિકામાં બદલી પામીને આવેલા ન્યાયાધીશો સોમવારે ચાર્જ સાંભળશે.

અગાઉ જ્યારે બદલીના ઓર્ડર થયેલા ત્યારે રાજકોટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કે.ડી. દવેની અમદાવાદ, ડી.આર. વોરાને અમદાવાદ, ડી. કે.દવને અમદાવાદ ગ્રામ્ય, એચ. એમ. પવારને નડિયાદ, પી.એન. દવે વિરમગામ, ઔદ્યોગિક કોર્ટના એમ.એફ. મંડલીને સુરત, ગોંડલના વી.કે. પાઠકને ગાંધીનગર, એચ. પી. મહેતાને ગોધરા, રાજકોટ ફેમિલી કોર્ટના કે.એન. મેઘાતને અમદાવાદ મુકાયા હતા. અગાઉ આ બદલીના લિસ્ટમાં ન્યાયાધીશ વી.આર.રાવલને અમદાવાદથી રાજકોટ ફેમિલી કોર્ટમાં મુકાયા હતા. નડિયાદથી ડી.આર. ભટ્ટને ગોંડલ કોર્ટમાં મુકાયા હતા. ભરૂચથી જે.ડી. સુથારને 3જા રાજકોટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિયુક્ત કરાયા હતા. છોટા ઉદેપુરથી બી.ડી. પટેલને 8માં રાજકોટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે મુકાયા હતાં.

હાલ રાજકોટના પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ઉત્કર્ષ ટી દેસાઈએ રાજકોટ મુકાયેલા જજોને નિમણુંક આપી હતી. જેમાં સ્પે.પોકસો કોર્ટમાં બી.એ. વોરાના સ્થાને એ.વી. હિરપરાને જવાબદારી અપાઈ છે. કે.ડી. દવેના સ્થાને જે.ડી. સુથારને બીજા પોકસો જજ તરીકે નિમણૂક મળી છે. ડી.કે. દવેના સ્થાને એસ.વી. શર્મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ બન્યા છે. વિરમગામ બદલી પામેલા પી.એ. દવેના સ્થાને એમ.વી. લોટિયાને જવાબદારી મળી છે. એચ.એમ. પવારના સ્થાને નડિયાદથી રાજકોટ મુકાયેલા બી.ડી. પટેલને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

પંચમહાલથી એસ.વી. શર્માને 9માં રાજકોટ એડિશનલ ડિસ્ટ્રિકટ જજ બનાવાયા હતા. વલસાડથી પી.કે. લોટિયાને 10માં રાજકોટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિયુક્તિ મળી હતી. સુરતથી એમ.એ. ટેલરની ઇન્ડસ્ટ્રીયલ કોર્ટમાં મેમ્બર તરીકે નિમણુંક થઈ. વડોદરાથી જે.આઈ. પટેલને 11માં રાજકોટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે મુકાયા. રાજકોટ લેબર કોર્ટના જજ વીરલ હેમરાજભાઈ ભટ્ટને પ્રમોશન સાથે ગોંડલ ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બદલી કરાયા હતા.

ન્યાયાધીશોને સન્માનભેર વિદાયમાન અપાયું. ૨૦ મે ના રોજ રાજકોટના મીડીયેટર્સ દ્વારા રાજકોટ કોર્ટના બદલી થયેલ તમામ ન્યાયાધીશોને વિદાયમાનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ જજ યુ.ટી. દેસાઈની અધ્યકક્ષતામાં રાખવામાં આવેલો હતો. બારના પૂર્વ પ્રમુખ સંજય વ્યાસે તમામનો આભાર વ્યક્ત કરી અને જે ન્યાયમૂર્તિઓની બદલી થયેલ છે તેઓને તેમના ઉજ્વળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી. કાર્યક્રમમાં પ્રિન્સિપલ જજ ફેમીલી કોર્ટ ડી.જે. છાંટબાર, જિલ્લા મુખ્ય સરકારી વકીલ એસ.કે.વોરા, રાજકોટ બાર એસોસિએશન પૂર્વ પ્રમુખ સંજય વ્યાસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button