જ્ઞાનવાપીમાં સર્વેનો ચુકાદો આપનાર જજે સુરક્ષા વધારવાની માગણી કરી
- કટ્ટરવાદીઓ મને મારવા માગે છે: જ્ઞાનવાપી સર્વેનો આદેશ આપનાર જજને ધમકી
લખનઉ, 22 જૂન: ઉત્તર પ્રદેશમાં વારાણસી જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના સર્વેક્ષણનો આદેશ આપનાર જજ રવિ કુમાર દિવાકરને ધમકી મળ્યા બાદ NIA કોર્ટના વિશેષ ન્યાયાધીશ વિવેકાનંદ શરણ ત્રિપાઠીએ રજિસ્ટ્રાર જનરલ અલ્હાબાદ હાઈકોર્ટને પત્ર લખીને તેમની સુરક્ષા વધારવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, અદનાન ખાન એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવે છે જેના દ્વારા જજ રવિ કુમાર દિવાકરને ત્રણ અઠવાડિયા પહેલા ધમકીઓ આપવામાં આવી હતી અને પોલીસે કેસ નોંધ્યો હતો. વિવેકાનંદ શરદ ત્રિપાઠીએ પત્રમાં કહ્યું કે, તપાસમાં બહાર આવ્યું છે કે ઈસ્લામિક કટ્ટરપંથીઓ જજ દિવાકરની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે. આ એક સંવેદનશીલ મુદ્દો છે. જો અદનાન ખાનની ગતિવિધિઓ પર અંકુશ નહીં આવે તો મોટી ઘટના બની શકે છે.
જજ દિવાકરે UPના મુખ્ય સચિવને પણ લખ્યો હતો પત્ર
જજ દિવાકર બરેલીમાં એડિશનલ સેશન જજ છે. તેમણે પોતે UPના મુખ્ય સચિવને પત્ર લખીને પોતાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. 13 મે 2022ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પછી, મને અને મારા પરિવારને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી, પરંતુ વર્તમાન સ્તરે તે ઓછી લાગે છે.
“તે સ્પષ્ટ છે કે, ઇસ્લામિક કટ્ટરપંથીઓ લઘુમતી સમુદાયના સભ્યોનું બ્રેઇનવોશ કરી રહ્યા છે અને મને કાફિર કહીને મારી વિરુદ્ધ કરી રહ્યા છે જેથી તેઓ મારી હત્યા કરી શકે છે. જેથી મને અને મારા પરિવારને યોગ્ય સુરક્ષા આપવા માટે આ પત્ર મોકલવામાં આવી રહ્યો છે.” આ વર્ષે 25 એપ્રિલે ન્યાયાધીશ દિવાકરે બરેલી પોલીસને જણાવ્યું હતું કે, તેમને ધમકીભર્યા આંતરરાષ્ટ્રીય કૉલ્સ આવી રહ્યા છે.
ATSએ અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો હતો
અહેવાલો અનુસાર, જજ દિવાકરની સુરક્ષામાં બે કર્મચારી સામેલ છે. જેઓ કોઈપણ આતંકવાદી હુમલાને રોકવામાં ઘણી હદ સુધી સફળ નથી. આતંકવાદી હુમલાના કિસ્સામાં તેમની પાસે આધુનિક હથિયારો પણ નથી. 3 જૂનના રોજ, યુપી ATSના તપાસ અધિકારીએ અદનાન ખાન વિરુદ્ધ IPCની કેટલીક કલમો હેઠળ એફઆઈઆર નોંધી હતી.
અદનાન ખાને કથિત રીતે જજ દિવાકર સામે ધમકીઓ આપવા માટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. આનાથી તેમની સામે હિંસાને પ્રોત્સાહન મળ્યું. ATS અધિકારી પ્રભાકર ઓઝા દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે, અદનાન ખાન એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવે છે જેના દ્વારા વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી કરી રહેલા જજ રવિ કુમાર દિવાકરને ધમકીઓ આપવામાં આવી છે.
આ પણ જુઓ: પેપર લીક કરનારાઓ હવે બચી નહીં શકે, દેશમાં મધરાતે એન્ટી પેપર લીક કાયદો અમલમાં આવ્યો