લાઈવ સ્ટ્રીમિંગ પર જજ કરી રહ્યા હતા સુનાવણી, અશ્લીલ VIDEO ચાલવા લાગ્યો


કોલકાતા, 28 ઓકટોબર: કલકત્તા હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સોમવારે એક વિચિત્ર ઘટના બની. જસ્ટિસ શુભેંદુ સામંતની કોર્ટમાં સુનાવણી જ્યારે યૂટ્યૂબ પર લાઈવ સ્ટ્રીમ થઈ રહી હતી ત્યારે અચાનક એક અશ્લીલ વીડિયો ચાલવા લાગ્યો. સુનાવણી દરમિયાન આવો વાંધાજનક વીડિયો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પછી અચાનક સ્ટ્રીમિંગ બંધ થઈ ગયું. હાઈકોર્ટની સુનાવણીના લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન આ ભૂલ કેવી રીતે થઈ તે તપાસનો વિષય છે.
કલકત્તા હાઈકોર્ટમાં અત્યારે રજા છે. તેથી વેકેશન બેન્ચમાં સુનાવણી ચાલી રહી છે. સોમવારે જસ્ટિસ શુભેન્દુ સામંતની કોર્ટમાં રૂમ નંબર 7માં આવી જ સુનાવણી ચાલી રહી હતી. ત્યારે અચાનક અશ્લીલ વીડિયો ચાલવા લાગ્યો. સુનાવણી દરમિયાન આવો વાંધાજનક વીડિયો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લાઈવ સ્ટ્રીમિંગ તાત્કાલિક બંધ કરવું પડ્યું.
આઇટી સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે
હાઈકોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર હાઈકોર્ટના આઈટી સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. જોકે, નજીકના પોલીસ સ્ટેશનમાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. હાઈકોર્ટના કોઈ કર્મચારીની તરફથી કોઈ બેદરકારી હતી કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : રામ મંદિરમાં ત્રણ વડીલોએ નમાઝ પઢાવવાનું શરૂ કર્યું, પૂજારી પણ ચોંકી ગયા