ટ્રેન્ડિંગનેશનલ

આંધ્રપ્રદેશમાં NDA સાથેના સંબંધો તોડવા મામલે જનસેના પાર્ટીએ કરી સ્પષ્ટતા

  • અભિનેતા પવન કલ્યાણના નિવેદન બાદ જનસેના પાર્ટીએ કરી સ્પષ્ટતા 
  • પવન કલ્યાણે NDA નથી છોડી માત્ર ટીડીપીને સમર્થન આપ્યું છે : જનસેના પાર્ટી

આંધ્રપ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ અહીં રાજકીય તાપમાન અત્યારથી જ ગરમ થઈ ગયું હતું. જેમાં દક્ષિણ ભારતનાં આભિનેતા અને રાજકારણી પવન કલ્યાણના નિવેદનથી જનસેના પાર્ટીએ ભાજપના નેતૃત્વ હેઠળની NDA સાથેના સંબંધો તોડયાના અહેવાલો બાદ  જનસેના પાર્ટીએ સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે પવન કલ્યાણે NDA નથી છોડી માત્ર ટીડીપીને સમર્થન આપ્યું છે. જેની પવન કલ્યાણે ગુરુવારે(5 ઓક્ટોબરે) જાહેરાત કરી હતી.

પવન કલ્યાણે જાહેરાત કરતા શું જણાવ્યું ?

જનસેના પાર્ટીના વડા પવન કલ્યાણે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, “હું TDPને સમર્થન આપવા માટે NDAમાંથી બહાર આવ્યો છું. TDP એક મજબૂત પાર્ટી છે અને આંધ્રપ્રદેશને રાજ્યના વિકાસ માટે તેલુગુ દેશમ પાર્ટીના શાસનની જરૂર છે. આજે TDP સંઘર્ષ કરી રહી છે અને અમે તેમને સમર્થન આપીશું. TDPને આ સ્થિતિમાં જનસેનાના સમર્થનની જરૂર છે. જો TDP અને જનસેના હાથ મિલાવે તો યુવાજન શ્રમિક રીથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP) રાજ્યમાં ડૂબી જશે.”

મળેલા અહેવાલ મુજબ, અભિનેતા પવન કલ્યાણની જનસેના પાર્ટીએ જાન્યુઆરી 2020માં ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા. ત્યારબાદ બંને પક્ષોએ નિર્ણય કર્યો હતો કે, તેઓ સ્થાનિક ચૂંટણીઓ અને 2024માં યોજાનારી લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ સંયુક્ત રીતે લડશે. તે દરમિયાન 2023માં, જનસેના પાર્ટીએ ચંદ્રબાબુ નાયડુની ટીડીપીની નજીક આવવાનું શરૂ કર્યું. તાજેતરમાં એન.ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ બાદથી પવન કલ્યાણ આંધ્ર પ્રદેશની જગનમોહન રેડ્ડીની સરકારથી નારાજ હતા અને તેમની ધરપકડનો વિરોધ પણ કર્યો હતો. ત્યારથી માનવામાં આવી રહ્યું હતું કે તેઓ ભાજપથી અલગ થઈ શકે છે. જેને લઈને પવન કલ્યાણનાં નિવેદન બાદ જનસેના પાર્ટીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, પવન કલ્યાણે NDA નથી છોડી માત્ર ટીડીપીને સમર્થન આપ્યું છે.

 

 તેલંગાણામાં પણ ચૂંટણી લડવાની કરી હતી જાહેરાત

બે દિવસ પહેલા સોમવારે(2 ઓક્ટોબરે)  અભિનેતા પવન કલ્યાણે જનસેના પાર્ટીની આગામી તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં 119 બેઠકોમાંથી 32 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પાર્ટી ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીમા અને ખમ્મમ જિલ્લાની આસપાસ સ્થિત મોટાભાગની બેઠકો પર ચૂંટણી લડશે. આ વાતની પુષ્ટિ પવન કલ્યાણે પોતે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કરી હતી.

Back to top button