ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સોનિયા ગાંધી અને જ્યોર્જ સોરોસ વચ્ચેની સાંઠગાંઠનો મામલો ગંભીર: કિરેન રિજિજુના પ્રહારો

  • જ્યોર્જ સોરોસ સાથે કોંગ્રેસ પાર્ટીના સંબંધો પર ભાજપ સતત લગાવી રહી છે આરોપો

નવી દિલ્હી, 9 ડિસેમ્બર: ભારત વિરુદ્ધ ભ્રામક પ્રચાર કરી રહેલા જ્યોર્જ સોરોસ સાથે કોંગ્રેસ પાર્ટીના સંબંધો પર ભાજપ સતત પ્રહારો કરી રહ્યું છે. રવિવારે ભાજપે આરોપ લગાવ્યો હતો કે, FDL-AP સંસ્થા, જેમાં સોનિયા ગાંધી સહ-પ્રમુખ છે, તેના જ્યોર્જ સોરોસ સાથે સંબંધો છે. આ દરમિયાન આજે સોમવારે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આ મુદ્દે જોરદાર પ્રહારો કર્યા હતા. કિરેન રિજિજુએ કહ્યું કે, આ એક મહત્ત્વપૂર્ણ મુદ્દો છે જેને હું રાજકારણથી અલગ ઉઠાવવા માંગુ છું. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી અને જ્યોર્જ સોરોસ વચ્ચેના સાંઠગાંઠના જે મુદ્દાઓ બહાર આવ્યા છે તે ગંભીર બાબત છે.

રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા પર રિજિજુએ શું કહ્યું?

કિરેન રિજિજુએ કહ્યું કે, અમારી પાસે હજુ પણ કેટલાક બિલ છે જેને પસાર કરવાના બાકી છે તેમજ લોકસભા અને રાજ્યસભામાં બંધારણ પર ચર્ચાનો સમય 13-14 અને 16-17 નક્કી કરવામાં આવ્યો છે. તેના માટે પણ બધું તૈયાર છે. INDI ગઠબંધનના પ્રશ્ન પર, મંત્રીએ કહ્યું કે કોંગ્રેસ અને તેના INDI ગઠબંધનમાં જે ચાલે છે તેમાં દખલ કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. પરંતુ અમે એ પણ સાંભળ્યું છે કે, INDI ગઠબંધનમાં રાહુલ ગાંધીના નેતૃત્વ પર બધાએ પ્રશ્નો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, રાહુલ ગાંધીથી INDI ગઠબંધન સચવાઈ રહ્યું નથી. તેમની પાસે નેતૃત્વ ક્ષમતા નથી. હવે રાહુલ ગાંધીમાં નેતૃત્વની ક્ષમતા નથી તેથી અમે આ મુદ્દે વધુ કહી શકીએ તેમ નથી. આપણે ભારત ચલાવવાનું છે.

ભાજપે શું સવાલ ઉઠાવ્યા?

ભાજપ તરફથી સોશિયલ મીડિયા સાઈટ X પર એક પછી એક અનેક પોસ્ટ કરીને સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટી પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ભાજપે આક્ષેપ કર્યો હતો કે, FDL-AP ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી, જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી સંસ્થા સાથે સંકળાયેલા છે. ભાજપે કહ્યું કે, આ કનેક્શન ભારતના વિકાસને રોકવાના જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ પાર્ટીના સમાન લક્ષ્યને પણ દર્શાવે છે.

BJP વતી લખવામાં આવ્યું છે કે, FDL-AP ફાઉન્ડેશને પોતાનો મત વ્યક્ત કર્યો છે કે કાશ્મીરને અલગ એન્ટિટી તરીકે માનવું જોઈએ. સોનિયા ગાંધી અને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે કાશ્મીરના વિચારને સમર્થન આપતી સંસ્થા વચ્ચેનું આ જોડાણ ભારતની આંતરિક બાબતો પર વિદેશી સંસ્થાઓના પ્રભાવ અને આવા સંબંધોની રાજકીય અસરોને પ્રકાશિત કરે છે.

ભાજપે આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવ્યો હતો

કોંગ્રેસ પાર્ટી અને તેના નેતા રાહુલ ગાંધીના અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસ સાથેના સંબંધો અને દેશની સરકાર તેમજ સંસદને અસ્થિર કરવાના તેમના પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના આરોપોને લઈને શુક્રવારે સંસદમાં હંગામો થયો હતો. BJP સાંસદ નિશિકાંત દુબેએ ઝીરો અવર દરમિયાન આ મુદ્દો ઉઠાવતા આરોપ લગાવ્યો હતો કે, “કોંગ્રેસનો હાથ સોરોસ સાથે છે.”

આ પણ જૂઓ: પોન્ઝી કૌભાંડના 32 લાખ પીડિતો માટે મહત્વના સમાચાર, ED કરી રહી છે આ કાર્યવાહી

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button