ટોપ ન્યૂઝનેશનલ

નકલી PMO અધિકારી કિરણ પટેલનો મુદ્દો સંસદમાં ગુંજ્યો, શક્તિસિંહ ગોહિલે ચર્ચાની માંગ કરી !

Text To Speech

નકલી PMO અધિકારી બનીને મહિનાઓ સુધી જમ્મુ-કાશ્મીર પોલીસને ઠગનાર મહાઠગ ગુજરાતનો કિરણ પટેલ બે દિવસથી ગુજરાત સહિત દેશના મીડિયામાં ચગ્યો છે ત્યારે એક સામાન્ય વ્યક્તિને કેવી રીતે કાશ્મીરમાં Z+ સિક્યોરિટી મેળવી લીધી તે મામલે અનેક સવાલ થઈ રહ્યા છે. મોટા મોટા નેતાઓ અને અધિકારીઓ સાથેના ફોટા પણ કિરણના સોશિયલ મીડિયામાં અને અન્ય જગ્યાઑ પર જોવા મળ્યા છે ત્યારે રાજ્યસભામાં કિરણ પટેલ મુદ્દે ચર્ચા કરવાની કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે.

કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે આ અંગે નોટિસ પણ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં પોસ્ટ કરી છે. તેમણે રાજ્યસભામાં નિયમ 267 હેઠળ ગૃહમાં તમામ ચર્ચા તાત્કાલિક સ્થગિત કરીને તાકીદે કિરણ પટેલ વિશે ચર્ચા કરવા માગણી કરી છે. રાજ્યસભામાં આ પ્રક્રિયાને સસ્પેન્સન ઓફ બિઝનેસ નોટિસ કહે છે. શક્તિસિંહે આ અંગે સવાલ કર્યો છે કે, કિરણ પટેલ કે જેમણે સરકારી અધિકારી તરીકેનો ઢોંગ કર્યો હતો. તેમને વડાપ્રધાન કાર્યાલયના અધિકારીના નામે સરકારી સુવિધાઓ કોને અપાવી હતી તેવો સવાલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આટલી મોટી ચૂક થઈ છે ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Back to top button