સ્પોર્ટસ

દક્ષિણ આફ્રિકાની મેચમાં IPLના આ ખેલાડીનું ડેબ્યુ થશે, ઝડપી બોલિંગથી લોકોનાં દિલ જીત્યાં

Text To Speech

સ્પોર્ટ્સ ડેસ્ક: વિશ્વની સૌથી વધુ લોકપ્રિય લીગ IPLની 15મી સિઝન સમાપ્ત થઈ ગઈ છે. IPL 2022ના ઓક્સનમાં સારું રમનારા ઘણા ખેલાડીઓને તક આપી હતી. આ ખેલાડી કેએલ રાહુલની કેપ્ટન્સીમાં દક્ષિણ આફ્રિકા સામે ડેબ્યૂ કરી શકે છે.

આ ખેલાડી ડેબ્યૂ કરી શકે છે
IPL 2022માં ઉમરાન મલિકે પોતાની બોલિંગથી બધાના દિલ જીતી લીધા હતા. આ ખેલાડી સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સૌથી મોટો મેચ વિનર સાબિત થયો હતો. ઉમરાન મલિકે IPL2022ની 14 મેચમાં 22 વિકેટ લીધી હતી. તેમણે સનરાઇઝર્સ હૈદરાબાદની ઘણી મેચો પોતાના દમ પર જીતાડી હતી. ઉમરાનની ખતરનાક બોલિંગ જોતા તેને ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો છે. ઉમરાનને IPL 2022 માટે ઇમર્જિંગ પ્લેયરનો એવોર્ડ પણ મળ્યો હતો.

ફાઈલ ફોટો

IPL 2022નો સૌથી ઝડપી બોલર
ઉમરાન મલિક IPL 2022નો સૌથી ઝડપી બોલર છે. ઉમરાન મલિકે આ IPLમાં 157 kmphની ઝડપે બોલિંગ કરી છે. ઉમરાન મલિકની સૌથી મોટી તાકાત ઝડપ છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી દક્ષિણ આફ્રિકા સામે રમી રહ્યા નથી. તેવી સ્થિતિમાં સુકાની કેએલ રાહુલ ઉમરાન મલિકને તક આપી શકે છે. જ્યારે ઉમરાને IPL 2021માં પણ સારો દેખાવ કર્યો હતો.

બોલિંગ લાઇન અપ તૈયાર કરવાની તક
આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. ઓસ્ટ્રેલિયાની પીચો હંમેશા ઉછાળવાળી હોય છે, બોલ કમર ઉપર આવે છે. ત્યારે ભારતીય ટીમ આવા ઘણા ઝડપી બોલરોને શોધવા માંગે છે, જેથી ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપ જીતી શકાય. ટીમમાં હર્ષલ પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર અને ઉમરાન મલિક જેવા બોલર છે. સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ટીમ ઈન્ડિયા યુવાઓને તક આપીને તેમની પ્રતિભાને પરખવા આવશે.

ઘરઆંગણે શ્રેણી જીતી નથી
ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે એક પણ ટી-20 શ્રેણી જીતી શકી નથી. કેએલ રાહુલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા, આ ઈતિહાસને બદલવા માંગે છે. ટીમ ઈન્ડિયાએ T20 વિશ્વ કપ બાદ અત્યાર સુધીમાં 12 T20 મેચ જીતી છે. જો ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામેની ટી20 મેચ જીતી જશે, તો સતત 13 ટી20 મેચ જીતનારી પ્રથમ ટીમ બની જશે.

 

Back to top button