ટોપ ન્યૂઝનેશનલ

તપાસમાં ખબર પડી ગઈ ઓડિશામાં કેવી રીતે થયો ભયાનક ટ્રેન અકસ્માત? અશ્વિની વૈષ્ણવે આપી મોટી માહિતી

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે અકસ્માતનું કારણ જાણી લેવામાં આવ્યું છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે બુધવાર સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ જશે.

અશ્વિની વૈષ્ણવે મોટું નિવેદન આપ્યું

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટું નિવેદન આપ્યું છે. રેલ્વે મંત્રીએ કહ્યું  કે અકસ્માતનું મૂળ કારણ શોધી લેવામાં આવ્યું છે. પીએમ મોદીએ ગઈકાલે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. અમે આજે ટ્રેક પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું. તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. અમારું લક્ષ્ય બુધવાર (7 જૂન) સવાર સુધીમાં ટ્રેકને પુનઃસ્થાપિત કરવાનું અને ટ્રેનોની અવરજવર શરૂ કરવાનું છે. જેથી આ ટ્રેક પર ફરીથી ટ્રેનો દોડવા લાગી શકે.

અશ્વિની વૈષ્ણવે અકસ્માતનું આ કારણ આપ્યું

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રેલવે સેફ્ટી કમિશનરે આ મામલે તપાસ કરી છે અને તપાસ રિપોર્ટ આવવા દ્યો છે પરંતુ અમે ઘટનાનું કારણ અને તેના માટે જવાબદાર લોકોની ઓળખ કરી લીધી છે. ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આવું બન્યું છે. અત્યારે અમારું ધ્યાન ફક્ત રેલ્વે ટ્રેક પર ટ્રેનોને સરળ રીતે ચલાવવા પર છે.

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ વાત કહી

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે NDRF, ODRF અને રેલવેની ટીમોએ મૃતકોની ઓળખ કરવા અને ટ્રેકને રિપેર કરવા માટે આખી રાત કામ કર્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ઓડિશા પહોંચી ગયા છે, તેઓ હોસ્પિટલોની મુલાકાત લેશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે.ઘણી ટ્રેનોને રદ કરીને ડાયવર્ટ કરવામાં આવી છે. અમે ટ્રેકના રિસ્ટોરેશન પર કામ કરી રહ્યા છીએ.

મનસુખ માંડવિયાએ કરી સમીક્ષા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે ભુવનેશ્વર પહોંચ્યા અને બાલાસોરમાં ટ્રિપલ ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને આપવામાં આવી રહેલી તબીબી સહાયની સમીક્ષા કરી છે. જેમાં આ વિનાશક ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે, જ્યારે 1,000થી વધુ લોકો ઘાયલ થયા છે. AIIMS દિલ્હીના તબીબી નિષ્ણાતોની એક ટીમ 1,000 થી વધુ ઘાયલ અને 100 ગંભીર દર્દીઓને સારવાર આપવા માટે તબીબી સાધનો સાથે ઓડિશામાં ટ્રેન અકસ્માત સ્થળની મુલાકાત લેશે.

આ પણ વાંચોઃ જળયાત્રા પહેલા મેઘરાજાની એન્ટ્રી ! અમદાવાદમાં વહેલી સવારે પવનના સૂસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો

Back to top button