ગુજરાતટ્રેન્ડિંગ

સુરતના પાલ વિસ્તારની કુખ્યાત ‘શીતલ આંટી’ પરિવારના 4 સભ્યો સાથે મળી કરતી આ કામ…..

Text To Speech

“no drugs in surat city”ના સંકલ્પ સાથે કામ કરતી સુરત પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે.સુરત ક્રાઈમ બ્રાન્ચે ડુમસ રોડ પરથી મોપેડ સવાર માતા-પુત્રને  ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યા બાદ તેમના નવસારી ખાતેના મકાન પર છાપો મારતા ઘરના અન્ય બે શખ્સોને પણ 1560 ગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપી પાડવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.જ્યાં ચાર લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે. શાન્તાબેન ઉર્ફે શીતલના પતિ રમેશભાઈ સાંગાણી અને બીજા પુત્ર દર્શનની પણ ધરપકડ કરી હતી. આ અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને જલાલપોર પોલીસ મથકમાં બે અલગ ગુનો નોંધવામાં આવ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

નવસારીની શીતલ સુરતમાં ચરસ સપ્લાય કરતી
આરોપી પાસેથી 235.620 મિલી ગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો…નવસારી ખાતેના મકાનમાં છાપો મારતા વધુ 1 હજાર 560 ગ્રામ ચરસ સાથે રૂપિયા 1.95 લાખની મત્તા જપ્ત કરવામાં આવી હતી..એક જ પરિવારના ચાર સભ્યોની ક્રાઇન બ્રાન્ચે ધરપકડ કરી હતી…નવસારીના રહેવાસી અને શીતલ આંટીના નામથી સુરતમાં ચરસનો જથ્થો સપ્લાયમાં  કરવામાં આવતો હતો…

પાર્સલની આડમાં સપ્લાય કરાતુ ચરસ. (પ્રતિકાત્મક તસવીર)

એમેઝોન કંપનીના પાર્સલની આડમાં સપ્લાય કરતી ડ્રગ્સ
ક્રાઈમબ્રાંચની ટીમે ફ્લેટમાં રેઈડ કરી ત્યારે ઘરના જુદાજુદા ભાગમાંથી ચરસનો જથ્થો, વેચાણની રકમ, ઝીપ બેગ અને અન્ય સામગ્રી ઉપરાંત એમેઝોન.ઈનની નાની મોટી 389 બેગ મળી હતી. પોલીસે આ અંગે પૂછતાં શીતલ આંટીએ જણાવ્યું હતું કે તેના પાડોશી એમેઝોનની ડીલીવરીનું કામ કરતા હોય તેની પાસેથી બધી બેગ ખરીદી હતી.ચરસનો જથ્થો તેમાં ભરી તે ડીલીવરી માટે આવતી હતી જેથી રસ્તામાં પોલીસ રોકે તો એમેઝોનનું પાર્સલ ડીલીવરી માટે છે કહી બચી શકાય. હાલ તો ક્રાઇમબ્રાન્ચે શીતલ આંટીને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હિમાચલ પ્રદેશથી મંગાવતી ચરસ
મહિલા હિમાચલ પ્રદેશથી જથ્થો મંગાવીને સુરતના પોષ વિસ્તારમાં ચરસનું વેચાણ કરે છે..મહિલાના નવસારી ખાતેના મકાનમાંથી ડિજિટલ વજન કાંટા મળી આવ્યા હતા.. તપાસમાં સામે આવ્યું કે, શાંતાબેન રમેશ સાંગાણી હિમાચલ પ્રદેશથી પોતાના મળતીયા દ્વારા ચરસનો જથ્થો મંગાવે છે.જ્યાં નવસારી ખાતેના મકાનમાં ચરસનો જથ્થો સંગ્રહ કરી રાખી સુરત શહેરના પોશ વિસ્તારોમાં યુવાનોને ડ્રગ્સનું વેચાણ કરે છે. સુરતમાં શાંતા નામની આ પેડલર શિતલ આન્ટી તરીકે પણ જાણીતી છે…

Back to top button