સ્પોર્ટસ

ભારતીય ટીમ 11 દિવસમાં 6 મેચ રમશે, રોહિત શર્મા કરશે વાપસી

Text To Speech

ઈંગ્લેન્ડ પ્રવાસ પર સારી શરૂઆત છતાં ભારતીય ટીમ ટેસ્ટ મેચ જીતી શકી ન હતી. એજબેસ્ટનમાં રમાયેલી આ મેચમાં જીતની ખૂબ નજીક આવીને હારી ગઈ હતી. કદાચ આ જ કારણસર ભારતીય ચાહકો હાર કરતાં વધુ આ પ્રદશર્નથી નિરાશ હતા. પરંતુ ભારતીય ટીમ પાસે અંગ્રેજો પાસેથી આ હારનો બદલો લેવાની તક છે. હવે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 અને ODI સિરીઝ રમાવાની છે. શ્રેણીની શરૂઆત 7 જુલાઈએ ટી-20 મેચથી થશે.

રોહિત શર્મા આ T20 અને ODI શ્રેણી દ્વારા ભારતીય ટીમમાં વાપસી કરશે. રોહિત લગભગ 112 દિવસ પછી ભારત માટે મેચ રમશે. તેણે ભારત માટે છેલ્લી મેચ 14 માર્ચે રમી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 અને ODI શ્રેણીમાં 6 મેચ થવાની છે. આ મેચો 7 જુલાઈથી 17 જુલાઈ સુધી રમાશે એટલે કે બંને ટીમો વચ્ચે આગામી 11 દિવસમાં 6 મેચ રમાશે. પ્રથમ T20 મેચ સાઉથમ્પટનમાં રમાશે. આ ડે-નાઈટ મેચ હશે, જે રાત્રે 10.30 વાગ્યે (ભારતીય સમય મુજબ) શરૂ થશે. એટલે કે ભારતમાં આ મેચ માણવા માટે ક્રિકેટપ્રેમીઓની ઊંઘમાં ખલેલ પડી શકે છે.

T20 શ્રેણીની બીજી મેચ 9 જુલાઈએ બર્મિંગહામમાં સાંજે 7 વાગ્યાથી (ભારતીય સમય મુજબ) રમાશે. ત્રીજી T20 મેચ 10 જુલાઈએ નોટિંગહામમાં રમાશે. આ મેચ પણ સાંજે 7 વાગ્યાથી (ભારતીય સમય મુજબ) યોજાશે. આ પછી બંને ટીમો વનડે શ્રેણીમાં બે-બે હાથ કરશે. વનડે શ્રેણીની મેચો 12, 14 અને 17 જુલાઈએ રમાશે. પ્રથમ બે વનડે ડે-નાઈટ હશે. જે સાંજે 5.30 વાગ્યે શરૂ થશે. ત્રીજી T20 મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યાથી રમાશે.

Back to top button