T-20 વર્લ્ડ કપટોપ ન્યૂઝસ્પોર્ટસ

આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ, શું વરસાદ બનશે વિલન?

Text To Speech

ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો આ વર્ષે ત્રીજી વખત ટકરાશે. આ પહેલા બંને તાજેતરના એશિયા કપમાં બે વખત સામસામે આવી ચુક્યા છે. આઈસીસી (ICC) ટી-20 વિશ્વ કપમાં (T-20 World Cup) પોતાના કટ્ટર હરીફ સામે ભારતની સફળતાનો રેકોર્ડ ભૂતકાળની ખુબ સારો રહ્યો છે. આ શાનદાર મેચ (IND vs PAK) આજે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ મેદાન પર અત્યાર સુધી 15 T20 મેચ રમાઈ છે. ભારતીય ટીમ અહીં ત્રણ મેચ રમી ચૂકી છે, જ્યારે પાકિસ્તાનની ટીમ અહીં પહેલીવાર ઉતરશે.

ભારત બદલો લેવા આતુર

ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપની સુપર-12ની મેચમાં ઉચ્ચ ગુણવત્તાવાળી પાકિસ્તાની ટીમ (Pakistani Team) સામે બદલો લેવા માટે આતુર રહેશે.જ્યારે વરસાદ મેચ બગાડે તેવી આશંકા છે, ત્યારે અહીં હવામાનની સ્થિતિને સમજતા લોકોના મતે મેચ સંપૂર્ણ રીતે ધોવાય તેની શક્યતા નથી. બંને દેશોના હજારો પ્રશંસકો તેમની ટીમને એક્શનમાં જોવા માટે વિશ્વભરમાંથી આવ્યા છે

ત્યારે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો આ વર્ષે ત્રીજી વખત ટકરાશે. આ પહેલા બંને તાજેતરના એશિયા કપમાં બે વખત સામસામે આવી ચુક્યા છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે T20 વર્લ્ડ કપની સુપર 12 મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે ટકરાશે. ત્યારે જાણો કેવુ રહશે હવામાન.

સાંજે હવામાન કેવું રહેશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ અંગે સારા સમાચાર એ છે કે સાંજે હવામાનમાં વધુ ફેરફારની અપેક્ષા છે. જોકે વરસાદની શક્યતાઓ છે. પણ મેલબોર્નમાં હવામાનની તાજેતરની સ્થિતિ અનુસાર, મેચ શરૂ થાય તે પહેલા આકાશમાં કાળા વાદળો મંડરાશે, ત્યારે આજે દિવસ દરમિયાન વરસાદની સંભાવના છે, પરંતુ તે પણ માત્ર 20 ટકા જેટલી. એટલે કે જેને સામાન્ય વરસાદ કહી શકાય એટલો વરસાદ વરસી શકે છે.
જો કે એક વાત તો સ્પષ્ટ છે કે જો મેલબોર્નના હવામાનમાં વધુ ફેરફાર નહીં થાય, તો ચોક્કસપણે ક્રિકેટ ચાહકોને ભારત-પાકિસ્તાન ક્રિકેટ ટીમો વચ્ચે 20-20 ઓવરની સંપૂર્ણ રમત જોવા મળશે.

આ મુજબની ટીમ રહશે

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, ઋષભ પંત, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, દીપક હુડા.

પાકિસ્તાનઃ બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ફખર ઝમાન, શાન મસૂદ, મોહમ્મદ નવાઝ, ખુશદિલ શાહ, આસિફ અલી, હૈદર અલી, ઈફ્તિખાર અહેમદ, હરિસ રઉફ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ વસીમ, શાદાબ ખાન, મોહમ્મદ હસનૈન .

આ પણ વાંચો: ભારત-પાક મેચ નહિ થાય તો થશે 581 કરોડનું નુકસાન : આવતીકાલે મેલબોર્નમાં 80% વરસાદની આશંકા

Back to top button