ભારતીય રૂપિયો ડોલર સામે ભલે નીચે ગયો પરંતુ પાઉન્ડ, યુરો, યેન સામે મજબૂત થયો
હાલમાં વિશ્વભરના દેશો મોંઘવારી અને મંદીથી પિડાઈ રહ્યા છે. જેના પગલે અનેક દેશોની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ચૂકી છે. રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધ અને કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. જેના પગલે અનેક દેશો મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. ત્યારે સોમવારે ડોલર સામે રૂપિયો 80.40ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હતો. આ વર્ષે અમેરિકી ચલણ સામે રૂપિયામાં 10%નો ઘટાડો થયો છે. આ આંકડાઓમાં રૂપિયો ભલે ઘણો નબળો દેખાઈ રહ્યો હોય, પરંતુ તેનું ચિત્ર પણ અલગ છે. જેમાં બ્રિટિશ પાઉન્ડ, યુરો અને જાપાનીઝ યેન જેવી અન્ય મુખ્ય કરન્સી સામે રૂપિયો મજબૂત બન્યો છે. પાઉન્ડ સામે રૂપિયો 10 ટકા વધ્યો છે.
જોકે પ્રથમ બાબત એ હતી કે ડોલર સામે રૂપિયામાં વિક્રમી ઘટાડો નોંધાયો હતો. જેપી મોર્ગન ગ્લોબલ બોન્ડ ઈન્ડેક્સમાં ભારતના બોન્ડનો સમાવેશ કરવામાં વિલંબ, ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર ઉછાળો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) ભારતીય ઈક્વિટી માર્કેટમાં ચોખ્ખા વેચાણકર્તા બન્યા જેના પગલે રૂપિયામાં ઘટાડો નોંધાયો છે. પરમારના મતે વ્યાજદરમાં તફાવત, કોમોડિટીના ભાવમાં ઉછાળો અને વધતી ખાધની અસર નજીકના ભવિષ્યમાં ભારતીય રૂપિયા પર પડી શકે છે.
પરંતુ ડોલર સામે રૂપિયાનું આ અવમૂલ્યન માત્ર છે. અન્ય મુખ્ય વિદેશી કરન્સી પાઉન્ડ, યુરો અને યેન સામે રૂપિયો મજબૂત બન્યો છે. આ વર્ષની શરૂઆતમાં બ્રિટિશ પાઉન્ડની કિંમત 100 રૂપિયાથી વધુ હતી જે હવે ઘટીને 91.32 રૂપિયા થઈ ગઈ છે. એ જ રીતે યુરો જે આ વર્ષે જાન્યુઆરીમાં રૂ. 84.30 હતો તે હવે ઘટીને રૂ. 80 પર આવી ગયો છે. જાન્યુઆરીમાં 100 જાપાનીઝ યેનની કિંમત 64.43 રૂપિયા હતી, જે હવે ઘટીને 56.70 રૂપિયા થઈ ગઈ છે.
આ પણ વાંચો : રુપિયો અત્યારસુધીના સૌથી નીચલા સ્તરે, ડોલર સામે 82.68 સુધી ગગડ્યો