ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવીડિયો સ્ટોરી

ભારતીય મૂળના શેફને ઓસ્ટ્રેલિયામાં પહેલાં તો સૌએ કરી ઉપેક્ષા અને પછી…

  • વીડિયોમાં દેખાતો વ્યક્તિ ધ કોલોનિયલ રેસ્ટોરન્ટનો હેડ શેફ છે. તેણે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો

સિડની, 27 મે: ભારતીય મૂળના શેફનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો શેફને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પદ્મા વ્યાસ નામના આ શેફ પોતે તૈયાર કરેલી વિવિધ ડિશ ફૂડ સ્ટોલ પર લઈને બેઠા છે, પરંતુ કોઈ તેમના સ્ટોલ પર ખાવાનું ખાવા માટે આવતું નથી, ત્યાર પછી વરસાદ પડે છે, જેના કારણે તે ત્યાંથી ભોજન લઈને પાછા ફરે છે. પદ્મા વ્યાસ ધ કોલોનિયલ રેસ્ટોરન્ટ્સના હેડ શેફ છે. તેમણે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેનો વીડિયો ધ કોલોનિયલ રેસ્ટોરન્ટના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે.

વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘કોઈએ પણ તેમનું ફૂડ ખાધું નહીં.’ જે બાદ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો અને લોકો ઈન્ટરનેટ પર તેના સમર્થનમાં આવ્યા હતા. આ વીડિયોને એક મિલિયન લોકોએ જોયો છે. જ્યારે 21 હજાર લોકોએ તેને પસંદ કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ પોસ્ટ પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. લોકો રસોઇયાની હિંમતની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક લોકોએ કમેન્ટમાં કહ્યું કે ફૂડ ખૂબ જ સ્વાદિષ્ટ હોય તેવું લાગી રહ્યું હતું. યુઝર્સે અફસોસ વ્યક્ત કર્યો કે લોકોએ તેને ખાધું નહીં.

અહીં જૂઓ વીડિયો:

વીડિયો જોઈ યુઝર્ય બોલ્યા અમે ત્યાં હોત તો બધું ખાવાનું ખરીદી લેત

એક યુઝરે લખ્યું, ‘તે વધુ સારી રીતે લાયક છે! ટેક્સાસ (યુએસએ) થી ઘણાં સારા વાઇબ્સ મોકલી રહ્યો છું.’ અન્ય યુઝરે કહ્યું, ‘તેમનું ખાવાનું સરસ લાગે છે! કદાચ લોકોને ખબર નથી કે સારી ગુણવત્તા શું છે! મને ખૂબ જ ખોટું લાગ્યું કે એમની સાથે આવું થયું! મને તો આ ટ્રાય કરવાનું ઘણું ગમે!’ ત્રીજા વપરાશકર્તાએ કહ્યું, ‘તમારું ખાવાનું સ્વાદિષ્ટ દેખાઈ રહ્યું છે! કદાચ હું સિડનીમાં હોત તો હું આને ટ્રાય કરવા જરુરથી આવોત.’ ચોથા યુઝરે કહ્યું, ‘જો હું ત્યાં હોત તો આ બધું જ ખાવાનું ખરીદી લોત.’

વીડિયોથી નિરાશ હોવા છતાં, ઓનલાઈન યુઝર્સ તરફથી મળેલા જબરજસ્ત સમર્થન પછી, ઘણા લોકોને આશા છે કે વાયરલ વીડિયો રસોઇયા વ્યાસની પ્રતિભા તરફ ધ્યાન દોરશે અને ભવિષ્યમાં વધુ લોકોને તેમનું ખાવાનું ટ્રાય કરવા માટે પ્રેરિત કરશે.

આ પણ વાંચો: સ્ટેચ્યુ ઑફ લિબર્ટી જોવા હવે અમેરિકા નહીં પંજાબ જવાનું! પાપાજીના પરાક્રમનો વીડિયો વાયરલ

Back to top button