ટ્રેન્ડિંગનેશનલ

ભારતીય વાયુસેનાએ દિલ જીત્યું, ડોકટરોને એરલિફ્ટ કરી રિટાયર્ડ સૈનિકનો જીવ બચાવ્યો

Text To Speech

દિલ્હી, 25 ફેબ્રુઆરી: ભારતીય વાયુસેનાએ ફરી એકવાર માનવતાનું ઉદાહરણ પુરુ પાડ્યું છે. ભારતીય વાયુસેનાએ રિટાયર્ડ સૈનિકનો જીવ બચાવવા માટે ડૉક્ટરોની ટીમને એરલિફ્ટ કરી હતી. ડૉકટરોની ટીમને એરફોર્સના પ્લેન દ્વારા પૂણેથી દિલ્હી લાવવામાં આવી હતી. તેમની પાસે એક લીવર પણ હતું જેની મદદથી રિટાયર્ડ સૈનિકનો જીવ બચાવવામાં આવ્યો હતો. આ ઓપરેશન 23 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવ્યું હતું.

ભારતીય વાયુસેનાએ એરલિફ્ટ કર્યું

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ભારતીય વાયુસેનાએ તેના ડોર્નિયર એરક્રાફ્ટની મદદથી રિટાયર્ડ સૈનિકનો જીવ બચાવવા માટે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડૉક્ટરોની ટીમને એરલિફ્ટ કરી હતી. તેમણે પૂણેથી તબીબોની ટીમને દિલ્હી મોકલવામાં મદદ કરી હતી. એરફોર્સની તત્પરતાને કારણે દર્દીનો જીવ બચી ગયો હતો.

ટ્રાન્સપ્લાન્ટ સર્જરીથી દર્દીનો જીવ બચ્યો: એરફોર્સે

ભારતીય વાયુસેનાએ કહ્યું કે 23 ફેબ્રુઆરીની રાત્રે તેમને માહિતી મળી હતી કે ડૉકટરોની એક ટીમને પુણેથી દિલ્હી એરલિફ્ટ કરવાની છે. ડૉક્ટરો પાસે લિવર હતું, જેની મદદથી દર્દીનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરી તેનો જીવ બચાવી શકાય એમ હતો. આ પછી IAF એ એરલિફ્ટ માટે ડોર્નિયર એરક્રાફ્ટને મોકલ્યું હતું. એરફોર્સે કહ્યું કે ટ્રાન્સપ્લાન્ટ સર્જરીથી દર્દીનો જીવ બચ્યો છે.

આ પણ વાંચો: VIDEO: દેશની સૌપ્રથમ ડ્રાઈવર વિનાની ગુડ્સ ટ્રેન! લગભગ 83 કિ.મી.નું અંતર કાપ્યું

Back to top button