ગુજરાતમાં વધતા જતા કૌટુંબિક ઝઘડાના કેસોનો ઝડપી નિવારણ થશે, સરકારે કરી વ્યવસ્થા
- સિવિલ કેસો 36303 અને ક્રિમિનલ કેસો 61,447 મળીને કુલ 97,750 કેસો પેન્ડિંગ
- રાજ્યમાં નવી 80 ફેમિલી કોર્ટ સ્થપાશે જેમાં 800 માણસોનો નવો સ્ટાફ મંજૂર થયો
- આ કોર્ટો ચલાવવા વાર્ષિક 100 કરોડનો રિકરિંગ ખર્ચ થશે
ગુજરાતમાં વધતા જતા કૌટુંબિક ઝઘડાના કેસોનો ઝડપી નિવારણ થશે. કારણ કે સરકારે વ્યવસ્થા કરી છે. તેમાં રાજ્યમાં નવી 80 ફેમિલી કોર્ટ સ્થપાશે જેમાં 800 માણસોનો નવો સ્ટાફ મંજૂર થયો છે. તેમજ શુક્રવારે રાજ્યના બજેટની રજૂઆત વખતે જાહેરાત થશે.
આ પણ વાંચો: ગુજરાતના વાતાવરણમાં ઠંડી ઘટી, જાણો શું છેઅંબાલાલ પટેલની આગાહી
સિવિલ કેસો 36303 અને ક્રિમિનલ કેસો 61,447 મળીને કુલ 97,750 કેસો પેન્ડિંગ
ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના, ખાધાખોરાકી મેળવવાના, પતિ કે પત્નીને પાછા બોલાવવાના, લગ્ન રદ્દબાતલ કરવાના, જ્યુડિશિયલ સેપ્રેશનના કેસો આવતા હોય છે. આ બધા કેસો હવે વધી રહ્યાં છે. રાજ્યમાં અત્યારે દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક ફેમિલી કોર્ટ્સ કાર્યરત છે, જે પૈકી અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 6 કોર્ટ અસ્તિત્વમાં છે. સુરત, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોને આવરતાં જિલ્લામાં પણ બે-ત્રણ ફેમિલી કોર્ટ્સ કાર્યરત છે, નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડની સાઇટ ઉપરના લેટેસ્ટ આંકડા મુજબ રાજ્યમાં ફેમિલી કોર્ટોમાં સ્ત્રી સંબંધિત સિવિલ કેસો 36303 અને ક્રિમિનલ કેસો 61,447 મળીને કુલ 97,750 કેસો પેન્ડિંગ છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજથી થશે પ્રારંભ, ગણોતધારામાં બદલાવ કરાશે
આ કોર્ટો ચલાવવા વાર્ષિક 100 કરોડનો રિકરિંગ ખર્ચ થશે
આ કોર્ટો ચલાવવા વાર્ષિક 100 કરોડનો રિકરિંગ ખર્ચ થશે. તેમજ હાલ 50 જેટલી કોર્ટ કાર્યરત છે. ગુજરાત સરકાર રાજ્યમાં વધતા જતા કૌટુંબિક ઝઘડાના કેસોના ઝડપી નિવારણ માટે 80 નવી ફેમિલી કોર્ટ્સ ઊભી કરશે. શુક્રવારે વિધાનસભામાં વર્ષ 2024-25ના બજેટની રજૂઆત વેળા આની જાહેરાત થશે. આ 80 નવી ફેમિલી કોર્ટ્સ હાલ પૂરતું હયાત કોર્ટ બિલ્ડિંગમાં ચાલશે. બાદમાં નવા બિલ્ડિંગની જરૂરિયાત પૂરી કરવામાં આવશે. અલબત્ત, આ નવી કોર્ટ્સ માટે 800 જેટલા અધિકારીઓ-કર્મચારીઓનું નવું મહેકમ ઊભું કરવાનું નક્કી થયું છે. સાથોસાથ, આ નવી કોર્ટ્સ ચલાવવા માટે દર વર્ષે અંદાજે રૂ.100 કરોડનો રિકરિંગ ખર્ચ થશે, એમ પણ જણાવાઈ રહ્યું છે. રાજ્યના કાનૂન વિભાગની આ એક મોટી દરખાસ્ત સરકારે ક્લિયર કરી છે, જેના કારણે ફેમિલી કોર્ટોના હાલના ભારણમાં ઘટાડો થશે, એમ એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું.