- ચેરિટેબલ સંસ્થાઓ માટે વિગતો જાહેર કરવાના ધોરણોમાં ફેરફાર કર્યા
- એક જ દિવસમાં રૂ.2 લાખથી વધુ ડોનેશન આપ્યું હોય ડેક્લેરેશન આપવાનું રહેશે
- ઈન્કમટેક્સના સુધારેલા નિયમો તા.1 ઑક્ટોબર, 2023થી અમલી બનશે
દાન સ્વિકારતી ચેરિટેબલ સંસ્થાઓ માટે ઈન્કમટેક્સ વિભાગે નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમાં હવે ચેરિટેબલ સંસ્થાઓ માટે કરમુક્તિના લાભ માટે નિયમોમાં નવા ફેરફારો થયા છે. પહેલી ઓક્ટોબરથી દાતાની તમામ માહિતી ફરજિયાત આપવાની રહેશે. તથા એક દિવસમાં બે લાખનું દાન કરનારની વિગતો આપવી પડશે. ચેરિટેબલ સંસ્થાઓ પાસેથી વધારાની માહિતી આપવાની માંગણી પણ કરાઇ છે.
આ પણ વાંચો: અમદાવાદ: વિદેશ જવાની લાલચમાં વધુ એક પરિવાર ફસાયો
ચેરિટેબલ સંસ્થાઓ માટે વિગતો જાહેર કરવાના ધોરણોમાં ફેરફાર કર્યા
ઈન્કમટેક્સ વિભાગે, આવકવેરામાં કરમુક્તિના લાભ મેળવવા દાવો કરતી ચેરિટેબલ સંસ્થાઓ માટે વિગતો જાહેર કરવાના ધોરણોમાં સુધારા-ફેરફાર કર્યા છે. આ હેતુસર આવકવેરા વિભાગે, ચેરિટેબલ સંસ્થાઓ પાસેથી વધારાની માહિતી આપવાની માંગણી કરી છે. ઈન્કમટેક્સ રૂલ્સમાં કરાયેલા સુધારા તા. 1 ઓક્ટોબર, 2023થી અમલમાં આવશે. I.T.ના સૂચિત સુધારા મુજબ, ચેરિટેબલ સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓ ધાર્મિક, ચેરિટેબલ અથવા ધાર્મિક કમ ચેરિટેબલ છે કે નહીં તે અંગે જાહેર કરવું પડશે અને તે વિશેની માહિતી આપવી પડશે.
આ પણ વાંચો: અમદાવાદમાં રહીને આતંકી સંગઠનનો પ્રચાર પ્રસાર કરતા આરોપીઓનો કેસ NIAને અપાયો
એક જ દિવસમાં રૂ.2 લાખથી વધુ ડોનેશન આપ્યું હોય ડેક્લેરેશન આપવાનું રહેશે
ઈન્કમટેક્સ વિભાગે કરેલા સુધારા મુજબ, જો કોઈ વ્યક્તિએ એક જ દિવસમાં રૂ.2 લાખથી વધુ ડોનેશન આપ્યું હોય તો ચેરીટેબલ સંસ્થાઓએ ડેક્લેરેશન આપવાનું રહેશે. સખાવતી સંસ્થાઓએ, લાખોનું ડોનેશન આપનાર વ્યક્તિનું નામ, સરનામું, ચુકવણીની રકમ અને PAN (જો ઉપલબ્ધ હોય તો)ની વિગતો રજૂ કરવાની રહેશે. કેન્દ્ર સરકારે, તાજેતરમાં ઈન્કમટેક્સ કાયદા હેઠળ 80-G સર્ટિફીકેટ મેળવવા અથવા કરમુક્તિનો લાભ મેળવવા માટે દાવો કરવા માટેની ચેરીટેબલ સંસ્થાઓની રજિસ્ટ્રેશનની આવશ્યકતા માટેની અરજીઅંગે સુધારા કર્યા છે. કેન્દ્ર સરકારે હવે આવકવેરા નિયમો (નિયમ 2C, 11AAઅને 17A)માં પરિણામલક્ષી સુધારા કર્યા છે. I.T.ના સુધારેલા નિયમો તા. 1 ઑક્ટોબર, 2023થી અમલી બનશે. વધુમાં, સંબંધિતના અંતે આપવામાં આવેલ બાંહેધરી ફોર્મમાં પણ થોડો ફેરફાર કરવામાં આવ્યો છે અને અરજદાર પાસેથી વધારાની બાંહેધરી લેવાની આવશ્યકતા છે.