ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતબિઝનેસમધ્ય ગુજરાતવિશેષ

આ ખેડૂતની આવક બે-ચાર ગણી નહીં, અધધ સાત ગણી વધી

Text To Speech
  • જૈવિક ખેતી લોકો અને જમીન બંનેના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે
  • કેમિકલ-ફ્રી પ્રોડક્ટના માર્કેટમાં 7 ગણો વધારો થયો છે

મિઝોરમ, 08 જાન્યુઆરી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ સહિત દેશભરના હજારો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ જોડાયા હતા.

મિઝોરમનાં આઇઝોલનાં શુયા રાલ્ટે, જેઓ વર્ષ 2017થી ઓર્ગેનિક ખેતી કરે છે, તેમણે પ્રધાનમંત્રીને આદુ, મિઝો મરચાં અને અન્ય શાકભાજીનાં ઉત્પાદન વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે, તે નવી દિલ્હી સુધી સ્થિત કંપનીઓને તેમનાં ઉત્પાદનોનું વેચાણ કરી શકે છે, જેથી તેમની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે, જે રૂ. 20,000થી વધીને રૂ. 1,50,000 થઈ છે.

પોતાની પેદાશો બજારમાં વેચવા અંગે પ્રધાનમંત્રીની પૂછપરછ પર શુયા રાલ્ટેએ જણાવ્યું હતું કે, પૂર્વોત્તર ક્ષેત્રમાં મિશન ઓર્ગેનિક વેલ્યુ ચેઇન ડેવલપમેન્ટ હેઠળ એક બજાર ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં ખેડૂતો કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના તેમની પેદાશોનું વેચાણ કરી શકે છે. પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, દેશમાં ઘણાં ખેડૂતો જૈવિક ખેતી તરફ આગેકૂચ કરી રહ્યાં છે અને ખેડૂતો શુયા રાલ્ટે જે  પૂર્વોત્તરનાં દૂર-દૂરનાં વિસ્તારોમાંથી આ દિશામાં અગ્રેસર છે. તેમજ, જૈવિક ખેતી એ લોકો અને જમીન એમ બંનેનાં સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ છે. છેલ્લાં 9 વર્ષમાં રાસાયણિક-મુક્ત ઉત્પાદનનાં બજારમાં 7 ગણો વધારો થયો છે, જે ખેડૂતોની આવકમાં વધારો કરવા તરફ દોરી ગયું છે સાથે જ, ઉપભોક્તાઓનું સ્વાસ્થ્ય પણ વધારે છે. ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો : VGGS 2024માં ટોપ 25 ગ્લોબલ બિઝનેસ લિડર્સ આવશે, 200 કંપનીના CEOએ કન્ફર્મેશન આપ્યુ

Back to top button