અમદાવાદની એક ક્લબમાં ગઈ કાલે તોડફોડ અને મારામારીની ઘટના બની હતી.પાર્ટી બંધ કરાવાતા મામલો બિચક્યો હતો.અને અહીં ક્લબના બાઉન્સર અને લોકો વચ્ચે મારામારી થઇ હતી. રોષે ભરાયેલા લોકોએ ક્લબમાં તોડફોડ કરી હતી.
અમદાવાદની ક્લબમાં તોડફોડ
ગઈ કાલે સમગ્ર દેશમાં 31STની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અનેક લોકો 2022ના છેલ્લા દિવસની અને નવા વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે અમદાવાદમાં પણ અનેક જગ્યાએ પાર્ટી પ્લોટ અને ક્લબમા નવા વર્ષની પાર્ટાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદની એક જાણીતી ક્લબમાં તોડફોડની ઘટના બની હતી.
ક્લબમાં ચાલતી પાર્ટી બંધ કરાવતા મામલો બિચક્યો
મળતી માહીતી મુજબ અમદાવાદના YMCA ક્લબના બાઉન્સરોએ પબ્લિક સાથે કરી મારામારી થઈ હતી. YMCA કલબમાં રાત્રે 10 વાગ્યા સુધી જ ડીજે વગાડવાનું જાહેરનામું હતુ. જેને પગલે કલબમાં ચાલતી પાર્ટી બંધ કરી દેવામાં આવતા લોકોમાં રોષ ભભૂક્યો હતો. અને રોષે ભરાયેલા લોકોએ ક્લબમાં તોડફોડ કરી હતી.
અમદાવાદીઓએ નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરી
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે 2022ના છેલ્લા દિવસને મનભરીને માણવા અને નવા વર્ષને આવકારમાં માટે અમદાવાદના કેટલાક જાણીતા પાર્ટી પ્લોટ તેમજ કલબોમાં NEW YEAR પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા મોટી સંખ્યમાં લોકો આ ઉમટી પડ્યા હતા. અને આ પાર્ટીમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ડીજેના તાલે ઝૂમી નવા વર્ષની ઉજવણી કરી હતી.
આ પણ વાંચો : આજે હીરાબાનું વડનગરમાં બેસણું અને પ્રાથના સભા, મોટી સંખ્યામાં લોકો અને અગ્રણીઓ રહેશે ઉપસ્થિત