વડોદરા: એેમ.એસ યુનિવર્સીટીની બોયઝ હોસ્ટેલમાં આગની ઘટનાથી અફરા તફરી મચી


એમ. એસ. યુનિવર્સીટીની બોયઝ હોસ્ટેલમાં આગની ઘટના બનવા પામી હતી. મળતી માહિતી મુજબ એમ.એસ.યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં આવેલ જીવરાજ મહેતા હોલમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કેમ્પસ ખાતે ઉપસ્થિત વિદ્યાર્થીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. જોકે ફાયર બ્રિગેડ આવે તે પહેલા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: પ્રોમટર સ્પિકર સહિત ભાજપના 156 ધારાસભ્યો કાલે લેશે શપથ
બોયઝ હોસ્ટેલમાં આગ
વડોદરા એમ.એસ. યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં 70થી વધુ વિદ્યાર્થીઓ રહે છે તેમજ 36 જેટલા રુમો છે. ત્યારે આજ રોજને બપોરના સમયે લાઈટના મીટરમાં આચાનક આગ લાગી હતી. આગ લાગતા પહેલા શોર્ટ શર્કિટ થયુ હતુ જે બાદ અચાનક જ આગ લાગવા પામી છે. જેના કારણે અહીં રહેતા વિદ્યાર્થીઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જે બાદ હોસ્ટેલના સ્ટાફ દ્વારા તમામ ઘટના અંગે વોર્ડનને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યો હતો.

આગ લાગતા ધૂમાડાના ગોટે ગોટા ફેલાયા હતા
હોસ્ટેલ કેમ્પસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ધૂમાડાના ગોટે ગોટા ફેલાઈ જતા અફરા તફરી મચી ગઈ હતી.રવિવારની રજાના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ હોલમાં જ હતા.આગના કારણે આ વિદ્યાર્થીઓ દોડીને હોસ્ટેલની બહાર નિકળી ગયા હતા. આ દરમિયાન હોસ્ટેલના સિક્યુરિટીએ ફાયર એક્સ્ટિંગ્યુશરનો સમયસર ઉપયોગ કરતા આગ કાબૂમાં આવી હતી. સાથે સાથે આ બાબતે વોર્ડનને જાણ કરતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જે બાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જો કે તે પહેલા આગ પર કાબુ મેળવાય ગયો હતો.