ગુજરાત

ભાવનગરથી કરોડોના બોગસ બિલિંગ કૌભાંડની ઘટના સામે આવી

Text To Speech
  • 500થી વધુ બોગસ પેઢીઓના રજીસ્ટ્રેશન થયાનો ખુલાસો
  • વર્ષ 2018થી જુદા-જુદા વ્યક્તિઓના પુરવા પર બની કંપનીઓ
  • અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે ચાર કૌભાંડીઓને ઝડપી લીધા

રાજ્યમાં વધુ એક બોગસ કંપનીઓના રજીસ્ટર્ડનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં રાજ્યવ્યાપી કૌભાંડમાં સૌરાષ્ટ્રના મોટાં માથાઓની સંડોવણી હોવાની વિગતો સામે આવી છે. 500થી વધુ બોગસ પેઢીઓના રજીસ્ટ્રેશન કરાયા હોવાનું અને બે હજાર કરોડ કરતાં વધુના બોગસ બિલ જનરેટ કરાયા હોવાનું સામે આવ્યુ છે.

ભાવનગરથી ઓપરેટ થતાં બોગસ બિલિંગ અને બોગસ કંપનીઓના રજીસ્ટ્રેશન પ્રકરણમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે ચાર કૌભાંડીઓને ઝડપી લીધા છે. આ સાથે જ બે હજાર કરોડ કરતાં વધુના બોગસ બિલ જનરેટ કરાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં જીએસટીના અધિકારીઓ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે અને એટીએસની ટીમે જીએસટી ચોરી અને બોગસ બિલીંગ કૌભાંડ શોધવા સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતું.

આ પણ વાંચો : વાયબ્રન્ટના કારણે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો બદલાઇ

પોલીસે તૌફ્કિ રંગરેજ, અલ્ફઝ કાઝી, તૌસિફ્ પઢીયાર અને દશરથ નાગરને ઝડપી પાડયા છે. નાઇક ટ્રેડર્સ નામની પેઢી માટે રજુ કરાયેલા ડોક્યુમેન્ટસ બોગસ હોવાનું સામે આવ્યું હતું. જે ભાડા કરાર કરાયો હતો. તે પંકજ ઉફ્ર્ તૌફ્કિના કહેવાથી કરાયાનું સામે આવ્યું હતું. તેણે ભાવિક બારૈયાના આધાર પુરાવાથી હિમેશ મેટન્સ નામની બોગસ કંપની રજિસ્ટર કરાવી હતી અને તે કંપની રૂ. 1.20 લાખમાં અલ્ફજ સાઇક કાઝીને વેચી હતી. કાઝીએ આ કંપની 1.50 લાખમાં ફૈઝલ પઢીયારને વેચી હતી. જેમાં દશરથની સંડોવણી પણ સામે આવી છે.

એટલું જ નહીં પૂછપરછ કરતા સામે આવ્યુ કે તેને વર્ષ 2018થી જુદા-જુદા વ્યક્તિઓના આધાર પુરાવાઓ લઇને બોગસ જીએસટી રજીસ્ટ્રેશન કરી પેઢીઓ બનાવી ખરીદ-વેચાણનું કામ કરતો હતો. જેમાં 45 થી વધુ બોગસ પેઢીઓ ઉભી કરી હતી. ત્યારે અલ્ફઝે 65 જેટલી બોગસ પેઢી બનાવી હતી. તૌસિફ્ પઢીયારે 250થી વધુ બોગસ પેઢીઓ બનાવી છે. તમામે ભેગા મળીને અત્યાર સુધી 500થી વધુ બોગસ પેઢીઓ બનાવી હોવાનું સામે આવ્યું છે.

Back to top button