ગુજરાત

ગુજરાતમાં સતત હૃદય રોગના હુમલાની ઘટના વધી, આ શહેરમાં એક દિવસમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા

  • પ્રાથમિક રિપોર્ટ અનુસાર યુવકનું હાર્ટ-એટેકથી મોત થયાનું સામે આવ્યું
  • દિલીપ સોલંકીને રાતે અઢી વાગ્‍યે એકાએક છાતીમાં દુખાવો ઊપડ્યો
  • ત્રણ લોકોનાં હાર્ટ-એટેકથી મોત થયાંની ઘટનાથી શહેરમાં ચકચાર

ગુજરાતમાં સતત હૃદય રોગના હુમલાની ઘટના વધી છે. જેમાં રાજકોટમાં હાર્ટએટેકથી ફરી એક દિવસમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમાં 26 વર્ષીય ગૌતમ હીરાભાઇ વાળાનું સવારે મોત થયુ છે. 50 વર્ષીય દિલીપ સોલંકીને રાતે અઢી વાગ્‍યે જીવ ગુમાવ્યો હતો. તથા બોદુભાઇ જુસબભાઇ હમીરાણી સવારે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં વિશ્વકપની પ્રથમ મેચ રમાશે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત 

પ્રાથમિક રિપોર્ટ અનુસાર યુવકનું હાર્ટ-એટેકથી મોત થયાનું સામે આવ્યું

રાજ્યમાં સતત હૃદય રોગના હુમલાની ઘટના વધી રહી છે. ત્યારે રાજકોટમાં વધુ ત્રણ લોકોનાં હાર્ટ-એટેકથી મોત થયાંની ઘટના સામે આવી છે, જેમાં એક યુવાન અને બે આધેડનો સમાવેશ થયા છે. આ ઉપરાંત રાજકોટમાં બે યુવાન અને એક આધેડ એમ ત્રણ લોકોનાં હાર્ટ-એટેકથી મોત થયાં હતાં. જેના કારણે હેલ્થ વિભાગમાં પણ ચર્ચા થઈ રહી છે. 26 વર્ષીય ગૌતમ હીરાભાઇ વાળા સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો, પરંતુ ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તબીબોના પ્રાથમિક રિપોર્ટ અનુસાર યુવકનું હાર્ટ-એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. ગૌતમના મોત સાથે જ બે માસની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ હતી.

આ પણ વાંચો: આતંકી શાહનવાઝે ગુજરાતના આ શહેરોમાં IED વિસ્ફોટ કરવાનો બનાવ્યો હતો ખતરનાક પ્લાન 

દિલીપ સોલંકીને રાતે અઢી વાગ્‍યે એકાએક છાતીમાં દુખાવો ઊપડ્યો

બીજી તરફ 50 વર્ષીય દિલીપ સોલંકીને રાતે અઢી વાગ્‍યે એકાએક છાતીમાં દુખાવો ઊપડતાં બેભાન થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર દરમિયાન વહેલી સવારે તેમનું મોત નીપજ્યું હતું. દિલીપભાઇ એક બહેનથી મોટા અને પરિવારનો આધારસ્‍તંભ હતા. તેમને સંતાનમાં બે પુત્ર છે. જેઓ એક ફાસ્ટફૂડનો સ્ટોલ ચલાવી રહ્યા હતા. હોસ્પિટલ તરફથી હાર્ટ-એટેક આવી ગયાનું પોસ્‍ટમોર્ટમ બાદ તબીબે સ્‍વજનોને જણાવ્‍યું હતું. આ તરફ ત્રીજી ઘટનામાં બોદુભાઇ જુસબભાઇ હમીરાણી સવારે પોતાના પુત્ર સમીર સાથે બાઇકમાં બેસી શાપર વેરાવળ કામે જતા હતા. શાપર ભૂમિ ગેટ બાબા ચોક પહોંચતાં તેમને ચાલુ બાઇકે છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. દીકરાએ 108 બોલાવી તરત જ પિતાને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતા, પરંતુ તબીબે મૃત જાહેર કરતાં પરિવારમાં માતમ છવાયો હતો. જ્યારે બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી.

Back to top button