દાદાજી લાઈફ સાયન્સના ઉદ્ઘાટનમાં આધ્યાત્મિકતાનો રંગ ભળ્યો
- દાદાજી ગ્રુપ ઓફ કંપની દ્વારા દાદાજી લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિ.નું ઉદ્ઘાટન
- આ કાર્યક્રમમાં સંત નમ્રમુનિ મહારાજ સાહેબ, અપુર્વમુનિ સ્વાની અને કોઠારી સ્વામીની હાજરી
- રમેશભાઇ ઓઝા અને ગિરિરાજ સિંહે વીડિયો મેસેજથી શુભેચ્છાઓ પાઠવી
રાજકોટ જીલ્લાના પડવલામાં દાદાજી ગ્રુપ ઓફ કંપની દ્વારા દાદાજી લાઈફ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડના ઉદ્ઘાટનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબ, BAPS સંત શ્રી અપૂર્વમુની સ્વામી તથા BAPS સંત શ્રી બ્રહ્મતીર્થ સ્વામી (કોઠારી સ્વામી)એ હાજરી આપી હતી.
આ પ્રસંગે કથાકાર શ્રી રમેશભાઈ ઓઝા (ભાઈ શ્રી) તથા કેબીનેટ મંત્રી ગીરીરાજ સિંહ હાજર ન રહી શકતા તેમણે વિડીયો મેસેજ દ્વારા કંપનીના સ્થાપક શ્રી દિનેશભાઈ ભાનુશંકર પંડ્યા, ફેમિલી અને સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમ પગભર અને બાયો ફંગી-સાઈડ નામના બે પ્લાન્ટના ભૂમિપૂજનની શરૂઆતથી થયો હતો. આ ભૂમિપૂજન BAPS સંત શ્રી અપૂર્વમુની સ્વામી તથા કોઠારી સ્વામીના હસ્તે થયું હતું. ત્યારબાદ દાદાજી લાઈફ સાયન્સ પ્રાઈવેટ લીમીટેડનું રીબીન કાપીને ઓપનિંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે IMA પ્રેસિડેન્ટ ડો. પારસ શાહ, IMAના નેશનલ વાઈસ-પ્રેસિડેન્ટ ડો.અતુલ પંડ્યા, BSE-SME હેડ શ્રી અજય ઠાકુર, શ્રી દર્શિતભાઈ જાની અને સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ, શ્રી જયોતિરાજ સિંહ જાડેજા, શ્રી એમ.વી. ગજેરા (ક્રિષ્ના સ્કુલ) શ્રી જયંતીભાઈ સરધારા (પ્રમુખ લોઠડા, પડવલા,પીપળાના ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન) તથા અગ્રણી ઉદ્યોગપતિઓએ પણ હાજરી આપી હતી.
દાદાજી ગ્રુપ ઓફ કંપની PMEGP યોજનાથી શરુ થઇ હતી અને આજે દાદાજી ગ્રુપ ઓફ કંપની હેઠળ ચાર કંપનીઓ કાર્યરત છે. જેમાંથી એડ-શોપ ઈ-રીટેલ લિમીટેડ એક લિસ્ટેડ કંપની છે. દાદાજી ઓર્ગેનિક ખાતર, આયુર્વેદિક દવાઓ બનાવામાં એક અગ્રણી નામ છે. દાદાજીમાં 2 લાખથી વધુ લોકો જોડાયેલા છે.
દાદાજી લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડનો જેનેરિક દવાઓ બનાવવામાં કાર્યરત થશે. આ કંપની 120થી વધુ પ્રોડક્ટ બનાવશે અને ભારતભરમાં જરૂરિયાતમંદોને દવાઓ પહોંચાડવામાં મદદરૂપ થશે. પ્રોડક્ટની સારી ગુણવત્તા એ દાદાજીનો પ્રથમ ધ્યેય છે.
આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં તૈનાત તમામ અધિકારીઓની એકસાથે બદલી