ગુજરાત

ગુજરાતમાં ઈમ્પેક્ટ ફીના કાયદામાં સરકાર ઈચ્છશે તેમ મુદતમાં વધારો કરશે!

Text To Speech

ઈમ્પેક્ટ ફીના કાયદામાં સરકાર ઈચ્છશે તેમ અરજી કરવાની મુદતમાં વધારો થયા કરશે. જેમાં કોંગ્રેસના વિરોધ, AAPનું સમર્થન અને બહુમતિથી સુધારો મંજૂર થયો છે. ચૂંટણીને કારણે નાગરિકો અરજી ન કરી શક્યાનો વિધાનસભામાં મંત્રીનો બચાવ છે. તથા પાછળથી ઓફલાઈન અરજીઓની છુટછાટ સાથે આ મુદ્દતમાં એક મહિનો ઉમેરાયો હતો.

આ પણ વાંચો: ગુજરાત: 20 હજાર કરોડના કૌભાંડો પછી પણ સરકારી કંપની GSPC ઠપ થઇ 

અનધિકૃત બાંધકામોને નિયમિત કરવા અરજી સ્વિકારવાની મુદ્દત વધાર્યા કરશે

ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબતના વર્ષ 2022ના કાયદામાં હવે સરકાર ઈચ્છે એમ જાહેરનામુ પ્રસિધ્ધ કરીને અરજી સ્વિકારવાની મુદ્દતમાં વધારો કરી શકશે. ઈમ્પેક્ટ ફીના નામે જાણિતા આ કાયદાની મુદ્દત 10 દિવસ પૂર્વે 16મી ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ છે. ગતવર્ષે કાયદો અમલમાં આવ્યો ત્યારે તેની મુદ્દતમાં વધારો નહી થાય તેવી જાહેરાત થઈ હતી. મુળ કાયદામાં મુદ્દત વધારા માટે ધારાકીય અર્થાત વિધાનસભા પાસે અધિકારો હતા. સોમવારે સરકારે તેમાં સુધારો કરી આ અધિકારો સ્વંય પોતાને આધિન કર્યા છે. આથી, હવે સરકાર ઈચ્છાનુસાર અનધિકૃત બાંધકામોને નિયમિત કરવા અરજી સ્વિકારવાની મુદ્દત વધાર્યા કરશે.

આ પણ વાંચો: ભારતીય મૂળના મહિલાનો પાવર, કેલિફોર્નિયામાં વિધાનસભાની ચૂંટણી લડશે દર્શના પટેલ 

14મી વિધાનસભામાં આ કાયદાનું મૂળ વિધેયક સર્વાનુમતે પસાર થયુ હતુ

ઈમ્પેક્ટ ફીના કાયદા હેઠળ ઓનલાઈન અરજી કરવા નાગરીકોને અગાઉ 16મી જાન્યુઆરી- 2023 સુધી 4 મહિનાનો સમય અપાયો હતો. પાછળથી ઓફલાઈન અરજીઓની છુટછાટ સાથે આ મુદ્દતમાં એક મહિનો ઉમેરાયો હતો. મુદ્દતમાં વધારનુ સુધારા વિધેયકને રજૂ કરતા પ્રભારી મંત્રી રૂષિકેશ પટેલે કહ્યુ કે, વિધાનસભા ચૂંટણીને કારણે નાગરીકો આ કાયદોનો લાભ લઈ શક્યા નથી.

આ પણ વાંચો: ગુજરાત: ‘ શિક્ષણમાં ફરજિયાત ગુજરાતી’નો કાયદો આવશે, વિધેયક રજૂ થાય તે પહેલાં સુધારા કરાયા

માત્ર 57 હજાર જ અરજીઓ મળી

માત્ર 57 હજાર જ અરજીઓ મળી છે. આથી, આઠેય મહાનગરો, શહેરી સત્તામંડળો અને તમામ નગરપાલિકાઓમાં 1લી ઓક્ટોબર 2022 પહેલાની વપરાશમાં આવેલી બિનઅધિકૃત મિલકતોના ધારકો, વપરાશકર્તા અરજી કરી શકે, કોઈના ઘરનું સ્વપ્નું રોળાય નહિ, કોઈની રોજગારી છિનવાઈ નહી તે હેતુથી સુધારો સુચવાયો છે. જે શરતી રહશે. અગાઉ 14મી વિધાનસભામાં આ કાયદાનું મૂળ વિધેયક સર્વાનુમતે પસાર થયુ હતુ. પરંતુ, 15મી વિધાનસભામાં કોંગ્રેસના વિરોધ અને આમ આદમી પાર્ટીના સર્મર્થન સાથે ભાજપ સરકારે બહુમતીથી તેને મંજૂર કરાવ્યુ છે.

Back to top button