18મી સદીથી દુનિયા પર વર્ચસ્વ ધરાવનારું રહસ્યમય સંગઠન-Illuminati
HDNEWS, 22એપ્રિલ: Illuminatiની વિશે જાણવું હોય તો તમારે તેના જનક એડમ વાઈસહાપ્ટ વિશે જાણવું જોઈએ કે જેના લીધે ઈલ્યુમિનાટી અસ્તિત્ત્વમાં આવ્યું. Illuminati આ શબ્દ જ દુનિયાની ઘણી ઘટનાઓ સાથે જોડાયેલો છે. તો આજે જાણીશું દુનિયામાં બનતી ઘટનાઓમાં જ્યારે Illuminati નું નામ આવે છે ત્યારે આ સંગઠન ક્યારે અસ્તિત્ત્વમાં આવ્યું અને શું છે તેનું ધ્યેય. સોશિયલ મીડિયા પર તમને ઈલ્યુમિનાટીથી જોડાયેલા ઘણા વીડિયો જોવા મળશે. જેમાં મોટા ભાગના વીડિયોમાં લોકો તમને કહેતા જોવા મળશે કે આ એક એવું સંગઠન છે કે જે પુરી દુનિયાને કંન્ટ્રોલ કરવાની ક્ષમતા ધરાવે છે. જેમ કે, બે દેશો વચ્ચેનું યુદ્ધ હોય કે પછી દૂનિયામાં મંદી હોય કે પછી સરકાર પાડી દેવાની હોય કે બનાવવાની હોય આમ દરેક પ્રકારના આવા વૈશ્વિક મુદ્દાઓમાં Illuminati હસ્તક્ષેપ કરી શકે છે. આ સંગઠનને લઈને કેટલાકે વાત પણ સાંભળી હશે કે તેની સાથે વિશ્વના મોટા માથાઓ નામ પણ સંકળાયેલા હતા. જેમ કે અમેરિકી રાષ્ટ્રપતિ જ્હોન એફ. કેનેડીની હત્યામાં પણ તેનું નામ ચર્ચાયું હતુ. આ શિવાય બિલ ગેટ્સ, ઓપરા વિનફ્રેના નામ પણ આની સાથે સંકળાયેલા હોવાની વાતો થઈ રહી છે પણ આ બધી વાતોમાં કેટલું તથ્ય છે તેના વિશે અસંમજસતા છે. તો આવો જાણીએ કે કેવી રીતે આ બહુચર્ચિત સંગઠન અસ્તિત્ત્વમાં આવ્યું.
Illuminati સંગઠન
આ સંગઠનના જનક એવા એડમ વાઈસહાપ્ટ છે,જેમના કારણે ઈલ્યુમિનાટી અસ્તિત્ત્વમાં આવ્યું. એડમ વાઈસહાપ્ટનો જન્મ મધ્ય યૂરોપના એક રાજ્ય બવેરિયાના એક શહેર ઈંગ્લોસ્ટાડમાં થયો હતો. જન્મથી જ યહુદી એવા એડમ વાઈસહાપ્ટ સમય જતા ઈશાઈ બની ગયા હતા. બાળપણથી જ ધર્મની બાબતોમાં જિજ્ઞાસુ એડમ મોટા થઈને ઈંગ્લોસ્ટાડ યૂનિવર્સિટીમાં ધાર્મિક કાનૂનોના પ્રોફેસર બની ગયા હતા. હકીકતમાં, કેટલાક સમય પછી જ્યારે તેમને લાગ્યું કે દુનિયાભરમાં ધાર્મિક કાયદાઓમાં ફેરફઆર થવો જોઈએ અને તેના માટે અવાજ પણ ઉઠાવો જોઈએ. પણ તેમની કોઈ પણ વાત સાંભળવામાં ના આવી. જ્યારે તેમના અભિપ્રાયને સમર્થન ના મળતાં એડમે એક નિર્ણય લીધો કે એક એવું સંગઠન બનાવીએ જે ધર્મ અને વિજ્ઞાનની મિલનથી સમગ્ર દુનિયાને સમાન રીતે આગળ વધારવા માટે કામ કરે. આમ, Illuminati સંગઠન એડમ વાઈસહાપ્ટ દ્વારા રચવામાં આવ્યું હતું.
Illuminatiની સ્થાપના
એડમ વાઈસહાપ્ટ માટે એવા લોકોની જરુર છે કે જે આ સંગઠનનું નિર્માણ શા માટે કરાયું છે તે વિશે જાગૃત હોય. માટે આવા લોકોની શોધ માટે એડમે ઘણા વર્ષોથી શોધ આદરી હતી. વર્ષોની મહેનત પછી પોતાનો ધ્યેયને પાર પાડવા માટે એડમે 1 મે 1776માં Illuminatiની શરુઆત કરી હતી. 1 મેની રાતે એડમને ચાર એવા નવજુવાનિયા મળ્યા હતા કે જેમના થકી આ સંગઠનને આગળ વધારી શકે છે. આમ આ ચાર જુવાનિયા સાથે એડમે 1મેની મધરાતે ગાઢ જંગલમાં પ્રતિજ્ઞા કરીને આ ખાસ સંગઠનની સ્થાપના કરી હતી. આ પાંચ લોકોના ગઠનથી રચાયેલા સંગઠને પ્રતિજ્ઞા કરી હતી કે આ વિશે દુનિયામાં કોઈને પણ આ વિશે કોઈ પણ પ્રકારની જાણ ના થવી જોઈએ અને પોતાની ઓળખને સંપુર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે. આ સાથે જે એક નિર્ણય એ પણ થયો કે ભવિષ્યમાં આ સંગઠનમાં જે પણ લોકો આવશે તેમની ઉંમર 30 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આમ, પાંચ લોકોના ગઠનથી રચાયેલા સંગઠનને દુનિયા આજે Illuminatiના નામથી ઓળખે છે.
હકીકતમાંIlluminati18મી સદીનું એક રહસ્યમય સંગઠન હતું જે આજે પણ ગુપ્ત રીતે સક્રીય છે અને ઘણા દેશોમાં ગુપ્ત રીતે મિટીંગ પણ કરે છે. જ્યારે દુનિયાના કોઈ પણ ખુણે કોઈ ઘટના ઘટે છે જેનાથી સમગ્ર દુનિયા અજાણ હોય છે ત્યારે કહેવાય છે કે તેમાં Illuminatiનો હાથ હશે. પ્રોફેસર એડમ વાઈસહાપ્ટે લખેલું પુસ્તક આજે પણ ઈંગ્લોસ્તાદના મ્યુઝિયમાં સુરક્ષિત રખાયું છે જેમાં આ સંગઠનની કામગીરીનો ઉલ્લેખ છે. ચાર નવજવાન છોકરાઓ સાથે મળીને રચેલા સંગઠનનું ધ્યેય હતું કે દુનિયામાં ધર્મોના વાડા મટાડીને સૌને સમાન હક મળે.
આ પણ વાંચો: ગુજરાતમાં વૈજ્ઞાનિકોને મળ્યા 5 કરોડ વર્ષ જુના વાસુકીનાગના કંકાલ