ટોપ ન્યૂઝમનોરંજનવર્લ્ડ

UAEમાં આ મહિને નહીં યોજાય IIFA એવોર્ડ સમારંભ, 14થી 16 જુલાઈ વચ્ચે યોજાય શકે છે

Text To Speech

ધ ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA)એ UAEમાં થનારા આઈફા એવોર્ડ્સ 2022 મોકૂફ કર્યો છે. આઈફાએ આ નિર્ણય UAEના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયદ અલ નાહયાનના નિધન બાદ લીધો છે. શેખ ખલીફા બિન ઝાયદ અલ નાહયાનના નિધનને કારણે UAEએ દેશમાં 40 દિવસનો શોક જાહેર કર્યો છે. એવામાં આઈફાએ શેખ ખલીફા બિન ઝાયલ અલ નાહયાનના નિધન પર શોક વ્ય્કત કરતા એવોર્ડ સમારંભ હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે.

આઈફાનો આ એવોર્ડ સમારંભ પહેલાં 19 થી 21 મે દરમિયાન અબૂધાબીના આઈલેન્ડ પર યોજાવવાનો હતો. હવે આ સમારંભ 14 જુલીથી 16 જુલાઈ સુધી યોજાય શકે છે. આ અંગે જાણકારી આપતા આઈફાએ એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સંયુક્ત આરબ અમીરાત અને ત્યાંના લોકોની એકજૂથતાને જોતા તેમજ રાષ્ટ્રીય શોકના કારણે આઈફાએ 22માં એડિશન આઈફા વીકેન્ડ અને એવોર્ડ્સને પોસ્ટપોન કર્યો છે.

આઈફાએ શેખ ખલીફા બિન ઝાયલ અલ નાહયાનના નિધન પર શોક વ્ય્કત કરતા એવોર્ડ સમારંભ હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું કે એવોર્ડ સમારંભ સાથે જોડાયેલા અન્ય સમાચારો પણ ટૂંક સમયમાં શેર કરાશે. આઈફાએ ટિકિટ ખરીદનારાઓ અને ફેન્સની માફી માગી છે અને વાયદો કર્યો કે ઈન્ડિયા-યુએઈની મિત્રતાનો જન્ન મોટા પાયે ઉજવવામાં આવશે. કહેવામાં આવ્યું કે જે લોકોએ ટિકિટ અને પેકેજ ખરીદ્યાં છે તેમને નવી તારીખ મુજબ જાણકારી આપવામાં આવશે.

આઈફા હિન્દી ફિલ્મોમાં ઘણો જ પોપ્યુલર એવોર્ડ સમારંભ છે. છેલ્લાં ઘણાં વર્ષથી દર વખતે આ સમારંભ દુનિયાની અલગ અલગ જગ્યાએ આયોજિત કરાય છે. આ વખતે UAEમાં આયોજિત કરાયો છે, જો કે હવે કાર્યક્રમમની તારીખ બદલવામાં આવી છે.

Back to top button