

ગુજરાતને વિશ્વની હરોળમાં ઉભું કરવાનું પીએમ મોદીનું સ્વપ્ન હવે સાકાર થવા જય રહ્યું છે. ત્યારે તેમાં વધુ એક યશકલગી સમાન ઈમારતનો ઉમેરો થઇ છે. સુરત મનપાના જુના બિલ્ડીંગ ના સ્થાને નવું બિલ્ડીંગ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રિંગરોડ પર આવેલી જૂની જેલની જમીન પર મનપા માટે એક આઇકોનિક બિલ્ડિંગની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સૌથી વધુ આકર્ષક વાત છે કે આ બિલ્ડિંગની ડિઝાઇન સ્ટ્રક્ચર માટે બુર્જ ખલિફા જેવી ઊંચી અને વિશ્વ વિખ્યાત ઇમારત બનાવનારને આ કામ સોંપવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરત મનપાના નવા વહીવટી ઇમારતના નિર્માણ માટે દુબઈના બુર્જ ખલીફા સહિત વિશ્વની 10 સૌથી પ્રખ્યાત ઇમારતો બનાવવા માટે કન્સલ્ટિંગ એજન્સીને હાયર કરશે.
મુગલસરાના સાંકડા રોડ પર ચાલતી સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી માટે નવી બિલ્ડીંગ બનાવવાનો પ્રોજેક્ટ છેલ્લા આઠ વર્ષથી ચાલી રહ્યો છે. હવે આ માટે રીંગરોડ સબજેલને નવી બિલ્ડીંગ માટે ફાળવવામાં આવી છે. ઉપરાંત, જેમ જેમ પ્રોજેક્ટ આગળ વધશે તેમ, નવી વહીવટી ઇમારતના નિર્માણ માટે દુબઈની બુર્જ ખલીફા સહિત વિશ્વની 10 સૌથી પ્રખ્યાત ઇમારતો બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કન્સલ્ટિંગ એજન્સીને હાયર કરશે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા પ્રોજેક્ટને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તો પ્રોજેક્ટ ટેન્ડર પ્રક્રિયા સુધી પહોંચી ગયો છે. આ વહીવટી ઈમારતને દેશની પ્રતિષ્ઠિત ઈમારતોમાં ગણી શકાય તે રીતે બનાવવાની યોજના છે.
તમને જણાવી દઈએ કે આ ઈમારતની ઉંચાઈ લગભગ 109 મીટર છે. તેથી નિયમો અનુસાર 70 મીટરથી વધુ ઉંચાઈ ધરાવતી ઈમારતો માટે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી ટોલ બિલ્ડિંગ એપ્રુવલ કમિટીની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. આ બિલ્ડિંગની કન્સલ્ટન્સી બુર્જ ખલીફા સહિત વિશ્વની ટોચની દસ ઇમારતો માટે કામ કરતી CBM અને Lera નામની એજન્સીઓને સોંપવામાં આવશે.
બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, જો આ સમિતિની આગામી બેઠકમાં મંજુરી મળી જશે તો સુરત મહાનગરપાલિકાના ટેન્ડરરો તાત્કાલિક ધોરણે ટેન્ડર બહાર પાડવા તૈયાર છે. રિંગરોડ પર આવેલી જૂની સબ-જેલની જમીન પર અમલમાં આવનારા પ્રોજેક્ટમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની કચેરીઓ પણ સામેલ છે. અહીં ટુ ટાવર બિલ્ડિંગ પ્રોજેક્ટની ડિઝાઈનને ટોલ બિલ્ડિંગ પોલિસીનો લાભ મળી શકે છે. 3.50 થી 5.4 ની FSI વધારવાની સંભાવનાને ધ્યાનમાં લેતા, એવું કહી શકાય કે આ પ્રોજેક્ટનું બાંધકામ 14.10 લાખ ચોરસ ફૂટથી વધારીને 23.50 લાખ ચોરસ ફૂટ કરવામાં આવશે.