ગુજરાત

સુરતમાં નરાધમ પતિ લેણદારોને રૂપિયાના બદલામાં પત્નીને જ ધરી દેતો

Text To Speech
  • પતિએ લીધેલી ઉધારી ચૂકવવા પત્નીને લેણદારો પાસે મોકલતો
  • દુષ્કર્મ તથા એટ્રોસીટીના ગુનામાં પતિ વોન્ટેડ હતો
  • પતિ અને લેણદાર સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી

સુરતમાં પત્નીને લેણદારો પાસે મોકલવાના કેસમાં આરોપી પતિ મુકેશ પરમારની ધરપકડ કરવામાં આવી છે. તેમાં નરાધમ પોતાની પત્નીને જ લેણદારો સમક્ષ ધરી દેતો હતો. જેમાં દુષ્કર્મ તથા એટ્રોસીટીના ગુનામાં પતિ વોન્ટેડ હતો. તથા 5 માસથી ફરાર આરોપી પતિ આખરે ઝડપાયો છે.

આ પણ વાંચો: અમદાવાદ: AMCની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠ્યો 

રૂપિયા 40 હજાર પરત આપવાને બદલે પત્નીને આગળ ધરી

રૂપિયા 40 હજાર પરત આપવાને બદલે પત્નીને આગળ ધરી હતી. જેમાં લેણદારે પરિણીતા પર 3 વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું હતુ. તેમજ મહિલાએ પતિથી છુટાછેડા લીધા બાદ ફરિયાદ નોંધાવી છે. અગાઉ પોલીસે લેણદારોની ધરપકડ કરી હતી. પતિ પોતાની પત્નીને લેણદારો પાસે મોકલતો હતો અને રેપ બાદ પતિ પૂછતો કે આનંદ આવ્યો. પતિએ લીધેલી ઉધારી ચૂકવવા પત્નીને લેણદારો પાસે મોકલતો હતો.

આ પણ વાંચો: સુરત: હિટ એન્ડ રન કેસમાં પોલીસ કમિશનર અજયકુમાર તોમરની દાખલારૂપ કાર્યવાહી

પતિ અને લેણદાર સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી

પતિ પોતાની પત્નીને જ લેણદારો સમક્ષ ધરી દેતો હતો. જેમાં દુષ્કર્મ તથા એટ્રોસીટીના ગુનામાં પતિ વોન્ટેડ હતો. તેમાં સિંગણપોર ડભોલી પોલીસે નરાધમ પતિ મુકેશ પરમારની ધરપકડ કરી છે. જેમાં 40 હજાર રૂપિયા પરત આપવાને બદલે પતિએ પત્નીને લેણદાર સાથે ખરાબ કામ કરવા જણાવ્યું હતુ. તેમાં લેણદારે પરિણીતા પર 3 વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમજ મહિલાએ પતિથી છુટાછેડા લીધા બાદ પતિ અને લેણદાર સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Back to top button