રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરીના દુષણને ડામવા અને મજબૂર નાગરિકોને વ્યાજના બોજમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકારે ચિંતા કરી એક ખાસ ઝુંબેશ ચલાવી છે. રાજ્ય સરકારની મેગાડ્રાઈવથી વ્યાજખોરોમાં એક સંદેશ સ્પષ્ટ થઇ ગયો કે, આ ધંધો છોડવો પડશે અથવા તો ગુજરાત છોડવું પડશે. પ્રજા પોલીસ સુધી પહોંચે તે પહેલા લોક દરબારો થકી ગુજરાત પોલીસ પ્રજાના દ્વાર સુધી પહોંચી છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાં 3500 જેટલા લોકદરબાર યોજાયા છે.
આ પણ વાંચો : PM મોદી પર પ્રિયંકા ગાંધીનો પ્રહાર, ‘તમારા જેવા કાયર સરમુખત્યાર સામે ઝૂકીશુ નહીં’
વ્યાજખોરીના દુષણને ડામવા સરકારની ઝુંબેશ
ગુજરાતમાં વ્યાજખોરીના દુષણને ડામવા તેમજ વ્યાજખોરોના ચક્કરમાં ફસાઈ ગયેલા મજબૂર અને જરૂરિયાતમંદ લોકોને આ બોજમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકારે ચિંતા કરીને એક વિશેષ ઝુંબેશ ચલાવી છે, જેની જાણકારી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી છે. તેમજ તેમણે ઉમેર્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલના તાત્કલિક નિર્દેશથી રાજ્યમાં શરુ થયેલી આ મેગાડ્રાઈવથી વ્યાજખોરોમાં એક સંદેશ સ્પષ્ટ થઇ ગયો છે કે, આ ધંધો છોડવો પડશે અથવા તો ગુજરાત છોડવું પડશે.
રાજ્યમાં યોજાતા લોકદરબાર પર વિધાનસભામાં પ્રશ્ન
વિધાનસભા ગૃહ ખાતે વ્યાજખોરો સામેની ઝુંબેશ અને રાજ્યમાં યોજાતા લોકદરબાર અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 05.01.2023થી શરુ થયેલી અનધિકૃત વ્યાજખોરો સામેની ખાસ ઝુંબેશના પરિણામે રાજ્યના અનેક નાગરીકો વ્યજખોરીના ચક્કરમાંથી બહાર આવ્યા છે. વધુમાં વધુ લોકોને વ્યાજ અને વ્યાજખોરોના બોજમાંથી બહાર લાવી શકાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં અત્યારસુધીમાં 3500 જેટલા લોકદરબાર યોજાયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 174 લોકદરબાર યોજાયા
વધુમાં જણાવતા કહ્યુ હતુ કે, પ્રજા પોલીસ સુધી પહોંચે તે પહેલા લોકદરબારો થકી ગુજરાત પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પ્રજાના દ્વાર સુધી પહોંચી તેમને ન્યાય અપાવી રહ્યા છે. માત્ર અમદાવાદ જિલ્લામાં જ અત્યારસુધીમાં કુલ 174 લોકદરબાર યોજવામાં આવ્યા છે, જેમાં 14,260 નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત પોલીસના1692 અધિકારીઓએ ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નો સાંભળ્યા છે. નવસારી જિલ્લામાં પણ અત્યારસુધીમાં 14 લોકદરબાર યોજવામાં આવ્યા છે, જેમાં પોલીસના 205 અધિકારીઓએ 1708 જેટલા નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા હતા.
આ પણ વાંંચો : ગૂગલ પર વિશ્વની સૌથી ઝડપી મહિલાનું ડૂડલ, જાણો શું છે વિશેષતા
હર્ષ સંધવીએ ઉમેર્યું હતું કે, ગુજરાત પોલીસે લોકદરબારો થકી આવેલા મોટાભાગના પ્રશ્નોને સ્થળ પર જ ન્યાય અપાવવાનું કામ કર્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકારે લોન મેળાનું આયોજન કરીને વિવિધ યોજનાઓ અંતર્ગત લોકોને સહાય અને લાભ આપી છે.