અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુદાનથી પરત ફરેલા ગુજરાતીઓ માટે ગૃહરાજ્ય મંત્રીએ કર્યો મહત્વનો નિર્ણય, વાંચો શું કહ્યું તેમણે?

સુદાનથી પરત ફરેલા ગુજરાતીઓ માટે મહત્વનો નિર્ણય
સુદાનથી પરત ફરેલા ગુજરાતીઓનું ઍરપોર્ટ પર કરાયુ સ્વાગત
ભારત સરકારે શરું કર્યુ ‘ઓપરેશન કાવેરી’
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો મહત્વનો નિર્ણય, વાંચો અહેવાલ

સુદાનની હિંસામાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકારે ‘ઓપરેશન કાવેરી’ શરૂ કર્યુ છે. સુદાનમાં આશરે 3 હજાર જેટલા ભારતીયો હોવાનો અંદાજ છે. જે પૈકી 360 લોકોને સૌપ્રથમ સુદાનથી એરફોર્સ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા છે. જેમાં ઘણા બધા ગુજરાતીઓ પણ સામેલ છે. ઘણા ગુજરાતીઓનો સુદાનમાં જન્મ થયો, નાનપણ ત્યાં વિતાવ્યું, ભણ્યા, નોકરીધંધો ત્યાં કર્યો અને હવે પરિસ્થિતિ બગડી તો બધું મૂકીને ગુજરાતીઓને પોતાના વતન પરત ફરવાની ફરજ પડી છે. પરત ફરેલા લોકોએ જણાવ્યું કે સુદાનમાં સ્થિતિ ભયંકર છે. તેમણે સંકટમાંથી ઉગારવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. સુદાનથી પરત ફરેલા ગુજરાતી નાગરિકોનું અમદાવાદ ઍરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

વતન પરત ફરેલા ગુજરાતીઓનું કરાશે સ્વાગત: ગૃહરાજ્ય મંત્રી

રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને કહ્યું કે, સુદાનમાં સર્જાયેલી સંકટની પરિસ્થિતિમાં “ઓપરેશન કાવેરી” અંતર્ગત વતન પરત આવેલા ગુજરાતીઓનું આજે રાત્રે 9:30 કલાકે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે સ્વાગત કરવામાં આવશે.

સુદાનથી પરત આવેલા ગુજરાતીઓએ શું કહ્યું ?

સુદાનમાં ગૃહયુદ્ધની સ્થિતિ વચ્ચે હજારો ભારતીયો ત્યાં ફસાયા હતા. સુદાનમાં વસતા ભારતીયોમાંથી જે લોકો સ્વદેશ પરત ફરવા માગે છે તેમને રેસક્યુ કરવા ભારત સરકારે ઓપરેશન કાવેરી શરૂ કર્યુ છે. સુદાનમાં આશરે 3,000 જેટલા ભારતીયો હોવાનો અંદાજ છે. જે પૈકી અત્યાર સુધીમાં 534 ભારતીયોને ઓપરેશન કાવેરી હેઠળ સંઘર્ષગ્રસ્ત આફ્રિકન દેશ સુદાનમાંથી સુરક્ષિત રેસક્યુ કરાયા છે અને બાકી રહેલા ભારતીયોને બહાર લાવવાના પ્રયત્નો શરૂ છે. રેસક્યુ કરાયેલા લોકોમાં કેટલાક ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. સંકટમાંથી ઉગારવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીઓ આભાર માન્યો હતો.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 534 ભારતીય નાગરિકોને સુદાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકર ‘ઓપરેશન કાવેરી’ની દરેક પ્રકારની અપડેટ સોશિયલ મિડિયા દ્વારા આપે છે. સુદાનમાંથી ભારત પરત ફરેલા લોકોએ જણાવ્યું હતું કે તેમને બંદૂકની અણીએ 8 કલાક બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યુ કે તેમના ઘરમાં ઘુસીને પણ લૂંટફાટ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યુ કે તેઓ છેલ્લા ઘણા સમયથી ભૂખ્યા હતા અને ભારતીય સેનાએ તેમને ભોજન આપ્યુ હતુ.

 

આ પણ વાંચો: સમલૈંગિક લગ્નને માન્યતાનો મુદ્દો, જાણો- SCએ સરકારને શું પૂછ્યું ?

Back to top button