હિંદુ નવ વર્ષનું નામ પિંગલ, નવા વર્ષમાં મંગળ ગ્રહ રાજા અને શનિ હશે મંત્રી
- આ વખતે શરૂ થતા સંવતનું નામ ‘પિંગલ’ છે. આ વર્ષે ગ્રહ મંડળનો રાજા ‘મંગળ’ અને મંત્રી ‘શનિ’ રહેશે. જ્યોતિષીઓના મતે, તેની અસરથી ઘણા ક્ષેત્રોમાં પરેશાનીઓ વધશે
ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 9 એપ્રિલ મંગળવારના રોજ છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગમાં નવ વિક્રમ સંવત્સર-2081 અને ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થશે. આ વખતે શરૂ થતા સંવતનું નામ ‘પિંગલ’ છે. આ વર્ષે ગ્રહ મંડળનો રાજા ‘મંગળ’ અને મંત્રી ‘શનિ’ રહેશે. જ્યોતિષીઓના મતે, તેની અસરથી ઘણા ક્ષેત્રોમાં પરેશાનીઓ વધશે, પરંતુ રિયલ એસ્ટેટ, સિનેમા, થિયેટર, શિક્ષણ વ્યવસ્થા, મહિલા શક્તિ અને અર્થવ્યવસ્થામાં સુધારો થશે. આ નવું વર્ષ ઓટોમોબાઈલ, ટેક્નોલોજી, ટેલિકોમ્યુનિકેશન, કોમ્પ્યુટર, રોબોટિક્સ અને એઆઈની દ્રષ્ટિએ પણ શુભ રહેશે.
આ ઉપાયથી આખું વર્ષ રહેશે સારુ આરોગ્ય
જ્યોતિષીઓએ જણાવ્યું હતું કે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 8મી એપ્રિલે રાત્રે 11:52 વાગ્યાથી 9મી એપ્રિલની રાત્રે 8:33 સુધી રહેશે. આ રીતે, ઉદયા તિથિ અનુસાર, નવા વર્ષની શરૂઆત 9 એપ્રિલથી થશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ હશે. આ દિવસે નવા વર્ષના પંચાંગનું પૂજન કરીને વર્ષફળ સાંભળવામાં આવે છે. નિવાસસ્થાનો પર ધજા લગાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે લીમડાના નરમ પાન, જીરું, કાળા મરી, હિંગ અને મીઠું પીસીને ખાવાથી તમે આખું વર્ષ સ્વસ્થ રહી શકો છો.
જ્યોતિષીઓએ જણાવ્યું કે નવા સંવત્સર 2081માં ગ્રહ મંડળનો રાજા મંગળ અને મંત્રી શનિ છે. ગ્રહ મંડળમા સસ્યેશ મંગળ, રસેશ ગુરૂ, નીરસેશ મંગળ, મેઘેષ શનિ, ફલેશ શુક્ર, ધનેશ મંગળ અને દુર્ગેશ શનિ પણ હશે. તેમાં સાત સ્થાનો પર ક્રૂર ગ્રહોનો અધિકાર હશે અને બાકી ત્રણ સ્થાન સૌમ્ય ગ્રહોને મળ્યા છે. રાજા સહિત કુલ ચાર વિભાગ એકલા મંગળને આધિન છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ અને શનિ બંને ખૂબ પ્રચંડ છે. તેમાં મંગળના કારણે જેની લાઠી તેની ભેંસ વાળી સ્થિતિ થશે અને શનિના કારણે દરેકને કર્મનું ફળ મળશે.
ભીષણ ગરમી પડશે અને સૈન્ય તાકાત વધશે
નવસંવત્સરના પ્રવેશથી લગન ધનુ હોવાથી ગુરુ પંચમ ત્રિકોણમાં મિત્ર રાશિમાં છે. તેથી સત્તામાં બેઠેલી વ્યક્તિની બુદ્ધિમત્તાથી પરિસ્થિતિઓનું સમાધાન નીકળશે. આ સાથે ભારતની સૈન્ય તાકાત વધશે. રાજકીય ઉથલપાથલ રહેશે. તોફાન, ભૂકંપ, પ્રાકૃતિક આપદાથી જન-ધનની હાનિ થશે. આ સાથે પૃથ્વીનું તાપમાન વધશે. ગરમ હવાઓથી પશુ-પક્ષી, ફળ-ફૂલ અને વનસ્પતિઓને નુકશાન થશે.
આ પણ વાંચોઃ 8 એપ્રિલનું સૂર્ય ગ્રહણ કઈ રાશિનું ટેન્શન વધારશે, કઈ રાશિને લાભ આપશે?