ગુજરાતદક્ષિણ ગુજરાત

મગફળીના સારા ભાવ મળતા ખેડૂતો ખુશ, ગુજરાતમાં મણે સૌથી ઉંચો ભાવ બોલાયો

Text To Speech

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં મગફળીના ગુજરાતભરમા સૌથી ઉંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. આ વખતે ભાવમાં એક મણના રૂપિયા 1710 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે જેને લઈને ખેડૂતોની દિવાળી ખુશ-ખુશાલ થઈ છે.

મગફળી ભાવ 1710 બોલાતા ખેડૂતો ખુશ

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળીની આવક છેલ્લા 15 દિવસથી શરૂ થવા પામી હતી, જેમાં આજે સવારે આરંભાયેલી હરાજીમાં મગફળીના ગુજરાતભરમાં સૌથી ઉંચા ભાવ બોલયા હતા અને તે ભાવ 1710 બોલાતા ખેડૂતો રાજીના રેડ થયા હતાં. ખોજાબેરાજાના ખેડૂતની 150 ગુણી મગફળીનો જથ્થો વેંચાયો હતો. અન્ય ખેડુતોની મગફળીની કિંમત પણ સારી પ્રાપ્ત થતાં ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

શરૂઆતી જ હરાજીમાં સૌથી ઉંચા ભાવ મળ્યા

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં થતી હરાજીમાં ગત વર્ષે મગફળીના સૌથી ઉંચા ભાવ 1665 નોંધાયા હતાં અને આ વખતની હરાજીમાં માર્કેટ યાર્ડ ખાતે મગફળીની શરૂઆતી જ હરાજીમાં જ સૌથી ઉંચા ભાવ 1710 મળ્યા હતાં. જામનગર હાપા યાર્ડમાં મગફળીના સૌથી ઉંચા ભાવ રહ્યા બાદ ગુજરાતના અન્ય યાર્ડની હરાજીમાં સૌથી ઉંચા ભાવ આવ્યા હતા

ઉંચા ભાવ મળતા અન્ય ખેડૂતો પણ હાપા યાર્ડમાં વેંચવા માટે આકર્ષીત થયા

ખેડુતોને ઉંચા ભાવ મળતા અન્ય ખેડૂતો પણ તેઓની મગફળીનો જથ્થો હાપા યાર્ડમાં વેંચવા માટે આકર્ષીત થયા છે. હાપા યાર્ડમાં આજે આરંભાયેલી હરાજીમાં ખેડૂતની અંદાજીત 175 મણ મગફળીનો જથ્થો કમીશન એજન્ટ લવજી દામજી રહ્યા હતાં અને ખરીદનાર પાબારી એન્ડ કંપની રહેવા પામી હતી તેમ હાપા યાર્ડના સેક્રેટરી હિતેશભાઇ પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા, મગફળીના પાકને મોટું નુકસાન

Back to top button