ઇન્કમટેક્સ એસેસમેન્ટ રિ-ઓપન મામલે હાઈકોર્ટે લીધો મોટો નિર્ણય
- ITનું એસેસમેન્ટ રિ-ઓપન કરી શકાય નહીં
- આધાર-પુરાવા ના હોય તો તેવી સ્થિતિમાં આ નિર્ણય
- 2011-12ની આકારણીનો કેસ ફરી ખોલવાનો નિર્ણય રદ
આધાર-પુરાવા વિના ITનું એસેસમેન્ટ રિ-ઓપન કરી શકાય નહીં તેમ હાઈકોર્ટે જણાવ્યું છે. તેમજ આવકવેરા અધિકારી પાસે કાયદાકીય વાજબી કારણો હોવા જોઈએ. તથા જૂની આવકના મુદ્દે આકારણી પુનઃ ખોલવાના મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઇ છે. જેમાં વર્ષ 2011-12ની આકારણીનો કેસ ફરી ખોલવાનો નિર્ણય રદ ઠેરવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત સાવધાન: કેરી કરતા સસ્તો રસ કેવી રીતે બનતો હશે!
આધાર-પુરાવા ના હોય તો તેવી સ્થિતિમાં ઇનકમટેક્સ એસેસેસમેન્ટ રિ-ઓપન થઈ શકે નહીં
ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે, જો કોઇ આધાર-પુરાવા ના હોય તો તેવી સ્થિતિમાં ઇન્કમટેક્સ એસેસેસમેન્ટ રિ-ઓપન થઈ શકે નહીં. મતલબ કે ઇન્કમટેક્સ આકારણી ખોલી શકાય નહી. હાઈકોર્ટનું અવલોકન છે કે, આ કેસમાં કોઇ આધાર-પાયાયુકત હકીકતનું અસ્તિત્વ જણાતુ નથી અને કોઇ નક્કર સામગ્રી પણ ઉપલબ્ધ નથી કે જેના આધારે આકારણી અધિકારી પાસે ઇન્કમટેક્સ આકારણી ફરીથી ખોલવાની સત્તાને ન્યાયી ઠરાવી શકે. કેસને ફરીથી ખોલવા માટે આકારણી અધિકારી પાસે કાયદાની દૃષ્ટિએ સ્વીકાર્ય હોય તેવા કારણો હોવા જરૂરી છે. આ આદેશ સાથે, હાઈકોર્ટે ઈનકમટેક્સ વિભાગે અરજદારને આપેલી નોટિસ અને વર્ષ 2011-12ની આકારણીનો કેસ ફરી ખોલવાનો નિર્ણય રદ ઠેરવ્યો છે.
આ પણ વાંચો: હાર્ટના દર્દીઓને લાભ: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કેથ લેબ શરૂ
વર્ષ 2011-12ની આકારણીનો કેસ ફરી ખોલવાનો નિર્ણય રદ ઠેરવ્યો છે
કેસની વિગત જોઈએ તો, એક કરદાતાએ ઇન્કમટેક્સ વિભાગ તરફ્થી તેને 30-03-2018ના રોજ ઇન્કમટેક્સ એકટની કલમ-148 હેઠળ પાઠવાયેલી નોટિસ સામે હાઈકોર્ટમાં અરજી કરેલી. અરજદારની રજૂઆત હતી કે, ઈન્કમટેક્સ વિભાગ તેમની સામે આકારણીનો કેસ રિઓપન કરવા માગે છે. નોટિસમાં એવું કારણ અપાયેલુ છે કે, ઇન્કમટેક્સ એકટ-1961ની કલમ-147ના અર્થમાંથી આકારણી વર્ષ 2011-2012 માટે તેમની કર વસુલવા પાત્ર આવક આકારણીમાંથી બચી ગઇ હતી, તેથી તેમની આકારણી પુનઃ ખોલવામાં આવે છે.