ગુજરાત

ગુજરાતમાં ચાલતા ગેરકાદેસર કતલખાનાને મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ

Text To Speech

ગુજરાતમાં રખડતા ઢોરને પાંજરે પુરાયા બાદ હવે હાઇકોર્ટ દ્વારા ગુજરાતમાં ચાલતા કતલખાનાને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં ગેરકાયદેસર ચાલતા કતલખાનાને બંધ કરવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે બાદ હાઇકોર્ટે AMC અને ગુજરાત સરકારની જાટકણી કાઢીને ટેકન રીપોર્ટ તૈયાર કરવાના કડક આદેશ આપવામાં આવ્યા છે.

કતલખાનાને બંધ કરવાના આદેશ

ગેરકાયદેસર ધમધમી રહેલા કતલખાનાને લઇને હાઇકોર્ટ લાલઘુમ થઇ છે. નોંધનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધી 12 જેટલા કતલખાના ને જ કાયદેસર રીતે લાયસન્સ આપવામાં આવ્યુ હોવા છત્તા 350થી પણ વધુ કતલખાના ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે. તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા ગેરકાયદેસર ચાલતા કતલખાનાને બંધ કરવાના આદેશ અપાયા બાદ પણ ગુજરાત સરકાર દ્વારા કોઇ પગલા લેવામાં નહી આવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી. જે બાદ હાઇકોર્ટે ગુજરાત સરકારની જાટકણી કાઢતા તાત્કાલિક કડકમાં કડક પગલા લેવા આદેશ કર્યા છે. આ ઉપરાંત શું કાર્યવાહી કરવી તે અંગેનો રીપોર્ટ પણ હાઇકોર્ટમાં રજૂ કરવાનો  આદેશ કર્યો છે.

Back to top button