ગુજરાતમધ્ય ગુજરાત

હાઈકોર્ટનુ આકરું વલણ, હવે રખડતા ઢોરના કારણે મૃત્યુ થશે તો આ લોકો જવાબદાર

Text To Speech

ગુજરાતમાં રખડતા ઢોર મામલે હાઈકોર્ટે અત્યંત આકરું વલણ અપનાવ્યું છે. રાજ્યભરમાં રખડતા ઢોરોનો ત્રાસ ખુબ વધી ગયો છે. જેના કારણે ઘણા અકસ્માત બનતા હોય છે ત્યારે હવેથી રાજ્યમાં કોઈ અકસ્માત થશે તો મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જવાબદાર અધિકારી હશે. નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર જવાબદાર અધિકારી હશે. અકસ્માતમાં ઈજા પામનાર અને મોતને ભેટનાર તમામને વળતર ચૂકવવા માટે કોર્ટે ટકોર કરવાની સાથે તાજેતરમાં રખડતા ઢોરને પગલે મોતને ભેટેલા ભાવિન પટેલના પરિવારને 5 લાખ 24 કલાકમાં ચૂકવવા હાઈકોર્ટે આદેશ કર્યો છે.

હાઈકોર્ટ ધ્વારા તંત્રને ફટકાર

રખડાતા ઢોર ગમે ત્યાં રસ્તે રજડતા હોય છે. તેમાય ખાસ કરીને રસ્તા પર અવર જવર કરતા લોકો માટે અડચણ રુપ બનતા હોય છે. જેના કારણે ઘણી વાર લોકો અકસ્માતનો ભોગ બને છે અને જીવ પણ ઘુમાવવાનો વારો આવે છે ત્યારે છેલ્લા કેટલાય સ઼મયથી હાઇકોર્ટે આકરા શબ્દોમાં ગુજરાત સરકારની ઝાંટકણી કાઢતા ઢોર પકડવાના આદેશ આપ્યા હતા જે બાદ પણ સરકાર ધ્વારા યોગ્ય પગલા ના લેવાતા હાઈકોર્ટ ધ્વારા તંત્રને ફટકાર લગાવવામાં આવી છે.

ANIMALS- HUM DEKHENEGE NEWS
ઘણી વાર રખડતા ઢોરના કારણે લોકો અકસ્માતનો ભોગ બને છે અને જીવ પણ ઘુમાવવાનો વારો આવે છે

હવે ઢોરના કારણે કોઈ મૃત્યુ થાય તો જવાબદારી તંત્રની

હાઈકોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લેતા કહ્યુ હતુ કે સરકાર તમામ નિર્ણય અને પગલાં માત્ર કાગળ પર જ રહ્યા છે. ત્યારે આકરા શબ્દોમાં ફરીથી ગુજરાત સરકારને ટકોર કરી હતી કે હવેથી રખડતા ઢોરના કારણે મૃત્યુ લોકોની જવાબદારી સરકાર અને જે તે જગ્યાના તંત્રની રહશે.

તંત્રનો ઉઘડો લીધો

આજે ગુજરાતના તમામ મોટા અધિકારીઓ હાઈકોર્ટમાં હાજર રહ્યાં છે. અકસ્માતમાં ઈજા પામનાર અને મોતને ભેટનાર તમામને વળતર ચૂકવવા માટે કોર્ટે ટકોર કરવાની સાથે તાજેતરમાં રખડતા ઢોરને પગલે મોતને ભેટેલા ભાવિન પટેલના પરિવારને 5 લાખ 24 કલાકમાં ચૂકવવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. રાજ્ય સરકારે સંબંધિત તમામ વિભાગો પૂરી મહેનતથી કામ કરી રહ્યાં હોવાનો બચાવ કર્યો હતો પણ રખડતા ઢોરના ફોટોગ્રાફ દેખાડી તંત્રનો ઉઘડો લઈ લીધો હતો. અર્બન ડેવલેપમેન્ટ સેક્રેટરી, ગુજરાત ડીજીપી, અમદાવાદ પોલીસ કમિશ્નર, ટ્રાફિક જેસીપી, અમદાવાદ મ્યુન્સિપલ કમિશ્નર સહિત તમામને આજે કોર્ટમાં હાજર રહેવું પડ્યું હતું.

આ પણ વાંચો: રખડતા ઢોરોએ તો ભારે કરી, સતત બીજા દિવસે વંદે ભારત એક્સપ્રેસને નડ્યો અકસ્માત

Back to top button