ગુજરાતમાં ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગના PIL મામલે હાઇકોર્ટે આપ્યો મહત્ત્વનો નિર્ણય
- ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગ માટે ખાનગી લોકોને ફરજ પાડી ના શકાય
- માતૃભાષાના ઉપયોગ અને તેના લાભો અંગે લોકોને જાગૃત કરી શકો છો
- હાઇકોર્ટે પોતાનું વલણ સ્પષ્ટ કરી PIL નિકાલ કર્યો છે
ગુજરાતમાં ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગ મામલે હાઇકોર્ટે મહત્ત્વનો નિર્ણય આપ્યો છે. જેમાં હાઇકોર્ટે જણાવ્યું છે કે ગુજરાતીના ઉપયોગની લોકોને ફરજ પાડી ન શકાય, તેમને સમજાવો. બધે જ ગુજરાતીમાં બોર્ડ લગાવવાના નિયમનું પાલન કરાવવાની અરજી આવી હતી. તેમાં હાઇકાર્ટે જણાવ્યું છે કે માતૃભાષાના લાભ અંગે લોકોને જાગૃત કરો, કોર્ટ આદેશન ન કરે.
આ પણ વાંચો: અમદાવાદમાં રખડતા ઢોરના નિયંત્રણ અંગેની નવી પોલિસીનો અમલ શરૂ
ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગ માટે ખાનગી લોકોને ફરજ પાડી ના શકાય
સૂત્રો સહિતની પધ્ધતિઓ દ્વારા લોકોને જાગૃત કરી શકાય છે. રાજયભરના તમામ સરકારી કચેરીઓ, સંસ્થાઓ અને જાહેર તેમ જ ખાનગી કચેરીઓ અને સંકુલ સહિતના સ્થળોએ ગુજરાતી ભાષાના ઉપયોગ અને અમલવારી માટે દાદ માંગતી જાહેરહિતની રિટ અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો હતો. હાઇકોર્ટે જણાવ્યું કે, ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગ માટે ખાનગી લોકોને ફરજ પાડી ના શકાય કે તેમને આદેશ ના આપી શકાય. પરંતુ અરજદાર ઇચ્છે તો જાહેર મેળાવડા, સૂત્રો સહિતની પધ્ધતિઓ દ્વારા લોકોને જાગૃત કરી શકાય.
માતૃભાષાના ઉપયોગ અને તેના લાભો અંગે લોકોને જાગૃત કરી શકો
ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂધ્ધ માયીની ખંડપીઠે જણાવ્યું કે, તમે માતૃભાષાના ઉપયોગ અને તેના લાભો અંગે લોકોને જાગૃત કરી શકો પરંતુ તેઓને આદેશ ના આપી શકાય. જો કે, હાઇકોર્ટે સરકારપક્ષને સરકારના આ અંગેના પરિપત્રનું સાચા અર્થમાં પાલન થાય તે જોવા તાકીદ કરી હતી. ચીફ્ જસ્ટિસે સુનિતા અગ્રેવાલે એમ પણ જણાવ્યું કે, તેઓએ જોયુ છે કે, મોટાભાગના સ્થળોએ ગુજરાતી ભાષાનો જ ઉપયોગ થાય છે. તે પોતે પણ ગુજરાતની વાંચવાનો અને સમાજવાનો પ્રયાસ કરે છે.
હાઇકોર્ટે પોતાનું વલણ ઉપરોકત શબ્દોમાં સ્પષ્ટ કરી PIL નિકાલ કર્યો
હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, ગુજરાતમાં ગુજરાતી એ માતૃભાષા છે અને ગુજરાતી ભાષાના ઉપયોગ અંગે ખુદ સરકારનો પરિપત્ર છે પરંતુ તેનું જોઇએ તેવું અમલીકરણ થતુ નથી. ખાસ કરીને ખાનગી લોકો અને સંસ્થાઓમાં તેનું યોગ્ય રીતે પાલન થતુ નથી. આ સંજોગોમાં હાઇકોર્ટે પરિપત્રના પાલન માટે સરકારને જરૂરી આદેશ કરવો જોઇએ. જો કે, હાઇકોર્ટે પોતાનું વલણ ઉપરોકત શબ્દોમાં સ્પષ્ટ કરી PIL નિકાલ કર્યો હતો.