ગુજરાતટોપ ન્યૂઝ

હાઈકોર્ટે વાલીઓની અરજી ફગાવી, જે બાળકોને 6 વર્ષ પૂરા થયા હોય તેમને જ ધો.1માં પ્રવેશ અપાશે

Text To Speech

રાજ્યમાં ધોરણ-1માં પ્રવેશ આપવા 6 વર્ષની ઉંમરને ફરજિયાત બનાવવાના સરકારના નિર્ણયને હાઈકોર્ટે માન્ય રાખ્યો છે. અને હાઈકોર્ટે ધો.1માં પ્રવેશ માટેની વયમાં રાહત આપવાની વાલીઓની અરજીને ફગાવી દીધી છે. જેથી હવે નવા સત્રમાં જે બાળકોને 6 વર્ષ પૂરા થયા હોય તેમને જ ધો.1માં પ્રવેશ અપાશે.

ધોરણ-1માં પ્રવેશ માટે 6 વર્ષની વય ફરજિયાત

વર્તમાન શૈક્ષણિક વર્ષથી ધોરણ 1 માં પ્રવેશ માટે છ વર્ષની લઘુત્તમ વયમર્યાદા લાદવાના ગુજરાત સરકારના નિર્ણયને પડકારતી અનેક અરજીઓને ફગાવી દેવામાં આવી છે. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ડિવિઝન બેન્ચે અવલોકન કર્યું છે કે, 3 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રિ-સ્કૂલમાં મુકવા તે ગેરકાયદે ગણાશે. હાઈકોર્ટના આ આદેશને કારણે હવે રાજ્યના 3 લાખ બાળકોને ફરીથી સિનિયર કે.જી.માં ભણવુ પડશે.

શાળાઓ-humdekhengenews

વાલીઓએ એક વર્ષ માટે છૂટછાટ આપવા કરી હતી રજૂઆત

ઉલ્લેખનીય છે કે અરજદાર-વાલીઓએ દલીલ કરી હતી કે છ વર્ષથી નીચેના બાળકોએ 2020-21 શૈક્ષણિક સત્રમાં પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ લીધો છે અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું છે. તેઓ માનતા હતા કે તેમના બાળકો શૈક્ષણિક સત્ર 2023-24માં ધોરણ 1 માં પ્રવેશ મેળવવા માટે હકદાર છે તેમણે રજૂઆત કરી હતી કે લાખો બાળકો એવા છે જેમણે 3 વર્ષ પહેલા પ્રિ-સ્કૂલમાં જઈને જુનિયર-સિનિયર કેજીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ધોરણ 1 માં પ્રવેશ મેળવવાનો હતો પરંતુ તેમના 6 વર્ષ પૂર્ણ થતા તેમને ફરીથી સિનિયર કેજીમાં અભ્યાસ કરવો પડશે. વાલીઓએ સરકારે બનાવેલા 6 વર્ષના ફરજિયાત નિયમમાં એક વર્ષ માટે છૂટછાટ આપવા રજૂઆત કરી હતી.

રાજ્ય સરકારે કરી આ દલીલ

વાલીઓની અરજીનો વિરોધ કરતા સરકારે એવી દલીલી કરી હતી કે કેન્દ્ર સરકારે નવી બનાવેલી એજ્યુકેશન પોલિસી મુજબ તમામ રાજ્યોને પહેલા ધોરણ માટે 6 વર્ષની ઉંમરનો ફરજિયાત અમલ કરવાનો આદેશ કરી સરકારે 3 વર્ષનો સમય આપ્યો હતો જેથી હવે રાજ્ય સરકાર તેમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. રાજ્ય સરકારે દલીલ કરી હતી કે કેન્દ્ર સરકારના આદેશની ઉપરવટ જઇને રાજય સરકાર નિર્ણય બદલી શકે નહી.

આ પણ વાંચો : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલ ત્રણ મહિનાની સારવારના અંતે ઘરે પરત ફરશે

Back to top button