ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

વિધર્મી યુવકે યુવતીને ભોળવી કર્યું શોષણ, અસહ્ય ત્રાસથી કંટાળી યુવતીએ ભર્યું અંતિમ પગલું !

Text To Speech

ડાકોરમાં થોડા દિવસ અગાઉ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સમગ્ર મામલે વિધર્મી યુવકે યુવતીનું શારીરિક શોષણ કરીને, યેનકેન પ્રકારે માનસિક ત્રાસ આપીને આપઘાત કરવા મજબૂર કરી હતી. આ મામલે વિદ્યાર્થિનીના મોબાઇલના ઓડિયો કોલ રેકોડિંગના આધારે પિતાએ ડાકોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી શનિવારે કોર્ટમાં રજૂ કરતા આરોપીના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા હતા.વિધર્મી - Humdekhengenewsમળતી માહિતી મુજબ ડાકોરમાં રહેતી અને પોલીસ કોન્સ્ટેબલની દિકરી નડિયાદની દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગમાં બીએસસી નર્સિંગમાં અભ્યાસ કરતી હતી. યુવતીને પેટલાદ તાલુકાના ચાંગા ગામે રહેતા અબ્દુલ્લા અકબર મોમીન નામના મુસ્લિમ યુવક સાથે પરિચય થયો હતો. ડાકોરથી રોજ નડિયાદ કોલેજમાં અપડાઉન કરતી યુવતીને યુવકે પ્રેમજાળમાં ફસાવી તેનું શારીરિક શોષણ કર્યું હતું. યુવકના અસહ્ય ત્રાસ અને બદનામ કરી દેવાની ધમકીઓથી ત્રસ્ત યુવતીએ આખરે ગત તા. 12 મે ના રોજ ડાકોરમાં પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. યુવતીના મા-બાપ, ભાઇ બધા વતનમાં લગ્નપ્રસંગમાં ગયા હતા. કોલેજની પરીક્ષા ચાલતી હોવાથી યુવતી ઘરે એકલી જ હતી. ત્યારે તેણે આપઘાત કરી લીધો હતો. યુવતીની અંતિમવિધી પતાવ્યા બાદ પિતાએ મોબાઈલ ચેક કરતા તેમાંથી અનેક કોલ રેકોડિંગ મળી આવ્યા હતા. જેમાં યુવતી ચાંગાના અબ્દુલ્લા નામના યુવક સાથે વાતો કરતી હોવાનું સામે આવ્યું હતું. યુવતીને ભોળવીને આરોપીએ તેનું શોષણ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચો : પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે આવી પુત્રી, પિતાએ પોતાની જ પુત્રીને 17 ચપ્પુના ઘા ઝીંક્યા !
વિધર્મી - Humdekhengenewsકોલ રેકોર્ડિંગના આધારે અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. યુવતી આરોપીથી ખૂબ જ ત્રસ્ત થઈ ગઈ હોવાનું  સામે આવ્યું હતું. આરોપી યુવતીને ખૂબ જ માનસિક ત્રાસ આપી રહ્યો હતો. યુવતીને બદનામ કરવાનું અને વડતલના વિડિયોના નામે દરવાતો હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી યુવતીને કોલેજ બંધ કરાવી દેવાની પણ ધમકી આપતો હતો. કોલ રેકોર્ડિંગ્સના આધારે યુવતી આરોપીને આજીજી કરતી રહી પણ યુવક તેણે ત્રાસ આપવાનો ચાલુ રાખ્યો હતો. અંતે યુવતી આ બધુ સહન ન કરી શકતાં અંતિમ પગલું ભર્યું હતું.

Back to top button