યોગી આદિત્યનાથને લઈ જતું હેલિકોપ્ટર માર્ગ ભૂલ્યું, બધાના જીવ થયા અદ્ધરઃ જાણો સમગ્ર ઘટના
- મુખ્યમંત્રી યોગીને પૂર્વ ચંપારણ પહોંચવામાં દોઢ કલાકનો સમય લાગ્યો!
પટના, 24 મે: બિહારના પૂર્વ ચંપારણમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવા આવી રહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું હેલિકોપ્ટર રસ્તો ભૂલી ગયું હતું. જોકે થોડા સમય બાદ હેલિકોપ્ટરને યોગ્ય દિશામાં લઈ જવામાં આવ્યું હતું. પાયલટે સમયસર બધું કાબુમાં લઈ લીધું હતું. જેના કારણે સીએમ યોગીને પૂર્વ ચંપારણ પહોંચવામાં દોઢ કલાકનો સમય લાગ્યો હતો. ગુરુવારે ચૂંટણી પ્રચાર પૂરો થયાના થોડા સમય પહેલા જ તેઓ મંચ પર પહોંચ્યા અને ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં યુપીના સીએમ યોગીએ RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા.
पूर्वी चंपारण लोक सभा क्षेत्र की राष्ट्रवादी जनता का एक ही उद्घोष है- फिर भाजपा, फिर मोदी सरकार!
यहां का जन-उत्साह स्पष्ट कर रहा है कि यहां पुनः कमल ही खिलेगा।
पूर्वी चंपारण वासियों का हार्दिक आभार! pic.twitter.com/cei8lHNXkN
— Yogi Adityanath (मोदी का परिवार) (@myogiadityanath) May 23, 2024
રસ્તો ગુમાવવાને કારણે તે પહેલા પશ્ચિમ ચંપારણ પહોંચ્યું
સીએમ યોગીએ કહ્યું કે, “આજે મારે તમારી વચ્ચે સૌથી પહેલા આવવાનું હતું, પરંતુ મને હેલિકોપ્ટર દ્વારા પહેલા બીજી બેઠક પર લઈ જવામાં આવ્યો. ત્યાંથી હવે હું તમારી વચ્ચે આવ્યો છું.” હકીકતમાં, સીએમ યોગીએ પુરી અને ઓડિશાના અન્ય વિસ્તારમાં રેલી યોજીને બિહાર આવવું પડ્યું હતું. પહેલા તેમને બિહારના પૂર્વ ચંપારણ આવવું પડ્યું. આ પછી પશ્ચિમ ચંપારણમાં રેલી કાઢીને કાર્યક્રમનું સમાપન થવાનું હતું. બંને સ્થળોએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. યોગીને સાંભળવા લોકોનું ટોળું એકઠું થયું હતું. આ સમયે હેલિકોપ્ટર દ્વારા રસ્તો ભટકવાને કારણે તેઓ સૌથી પહેલા પશ્ચિમ ચંપારણ પહોંચ્યા હતા. આ કારણોસર, તેમણે પૂર્વ ચંપારણમાં જનસભાને દોઢ કલાક મોડી સંબોધિત કરી હતી.
चंपारण की देवतुल्य जनता-जनार्दन का उत्साह बता रहा है कि मोदी जी तीसरी बार प्रधानमंत्री बनने जा रहे हैं।
बिहार के चहुंमुखी विकास के लिए भाजपा-एनडीए आवश्यक है।
आपका आभार पश्चिम चंपारण लोक सभा क्षेत्र वासियो! pic.twitter.com/IDASw9V9g7
— Yogi Adityanath (मोदी का परिवार) (@myogiadityanath) May 23, 2024
CM યોગીએ આરજેડી સુપ્રીમો પર કર્યો પ્રહાર
ચૂંટણી રેલીને સંબોધતા મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, ચંપારણના ભગવાન સમાન લોકોનો ઉત્સાહ દર્શાવે છે કે PM મોદી જ ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. બિહારના સર્વાંગી વિકાસ માટે ભાજપ-NDA જરૂરી છે. ચંપારણના રાષ્ટ્રવાદી લોકોનું એક જ સૂત્ર છે – ફરી ભાજપ, પાછી મોદી સરકાર! અહીંનો જનતાનો ઉત્સાહ સ્પષ્ટ કરી રહ્યો છે કે અહીં ફરી કમળ ખીલશે. આટલું જ નહીં સીએમ યોગીએ રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, લાલુ પ્રસાદે કહ્યું છે કે તેઓ મુસ્લિમોને ઓબીસી આરક્ષણ આપશે. આરજેડી અને કોંગ્રેસ બંનેએ તમારી અનામતનો ભંગ કરવાની તૈયારીઓ કરી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી તેમની યોજનાઓને પૂર્ણ થવા દેશે નહીં.
આ પણ જુઓ: છપરામાં ચૂંટણી બાદ થયેલા ફાયરિંગનો વીડિયો વાયરલ: પથ્થરમારો અને બંદૂકથી ગોળીબાર!