ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ કોઈ રાહત નહીં

Text To Speech

રાજ્યમાં છેલ્લા એક મહિનાથી ગરમીનો પ્રકોપ યથાવત છે. ત્યારે બુધવારે તો રાજ્યના મોટા ભાગના શહેરો જાણે અગનભઠ્ઠી બની ગયા હોય તેમ ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો.  સુરેન્દ્રનગરમાં તો ગરમીનો પારો 46 ડિગ્રી પર પહોંચી ગયો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 45.8 ડિગ્રી સાથે ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી.જો કે ત્યારબાદના ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા ગરમીમાં આંશિક રાહત મળી શકે છે.

અમદાવાદમાં બુધવારની બપોર આકરી રહી
રાજ્યમાં જ્યાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે તે અમદાવાદની વાત કરીએ તો શહેરમાં બુધવાર સવારથી જ ગરમીની શરુઆત થઈ ગઈ હતી, અને બપોરે અમદાવાદ શહેરનું તાપમાન 47 ડિગ્રીએ પહોંચી ગયું હતું. સાંજના 5 વાગ્યા સુધીમાં પણ સુરજે પોતાનો પ્રકોપ યથાવત રાખ્યો હતો અને વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ડ જાહેર કરાયું છે. આ સાથે ગાંધીનગર, ઈડર, મહેસાણા, હિંમતનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં પણ ગરમીએ હાહાકાર મચાવ્યો છે.

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારનું તાપમાન
અમદાવાદના વિવિધ વિસ્તારોના તાપમાન પર નજર કરીએ તો બુધવારે બોપલ-આંબલીમાં 45.5 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાનનો પારો રહ્યો હતો. સેટેલાઈટમાં 45.4 ડિગ્રી, એરપોર્ટ વિસ્તારમાં 45.3 ડિગ્રી, નવરંગપુરામાં 45.2 ડિગ્રી એસજી હાઈવે પર 44.9 ડિગ્રી, ગિફ્ટી સિટીમાં 44.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

જો કે અમદાવાદમાં બપોરના સમયે મોટાભાગના વિસ્તારોમાં પારો 47 ડિગ્રીને પાર થઈ ગયો હતો.

અન્ય શહેરમાં કેવો રહ્યો ગરમીનો પ્રકોપ
રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો ડિસામાં ગરમીનો પારો 45 ડિગ્રી પર પહોંચ્યો હતો. અમરેલીમાં ગરમીનો પારો 44.8 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો ભાવનગરમાં ગરમીનો પારો 44.5 ડિગ્રી સુધી આંબી ગયો હતો. રાજકોટમાં ગરમીનો પારો 44.2 ડિગ્રી પર પહોંચ્યો હતો. ભૂજમાં ગરમીનો પારો 43.8 ડિગ્રી પર પહોંચ્યો હતો. વલ્લભવિદ્યાનગરમાં ગરમીનો પારો 43.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે વડોદરામાં ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચ્યો હતો. કંડલા પોર્ટ પર ગરમીનો પારો 40.2 ડિગ્રી અને કેશોદમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચ્યો

Back to top button