આવી રહી છે ગરમી ! હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી
ગુજરાત સહિત દેશભરમાં હાલ લોકોને ઠંડીમાંથી રાહત મળી રહી છે. પરંતુ સાથે સાથે હવે ગરમીની શરૂઆત પણ થવા લાગી છે. હાલમાં હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા જણાવામમાં આવ્યું છે કે ફેબ્રુઆરીના આખરી સપ્તાહમાં ફરી એક વખત ગરમીનો પારો ઉંચકાઈ શકે છે. હવામાન વિભાગે 24 કલાક બાદ રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા ઉનાળાના પ્રારંભ પહેલા જ હીટ વેવની આગાહી કરાઈ છે. ત્યારે ગરમીને લઈને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 27 ફેબ્રુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના કારણે 27 ફેબ્રુઆરીએ ફરી 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાવાને કારણે ગરમીમાં વધારો થશે. સાથે સાથે જણાવવામાં આવ્યું છે કે આવતીકાલથી રાજ્યના તાપમાનમાં વધારો થશે. રાજ્યના વિવિધ શહેરોમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધશે અને તેના કારણે ગરમીમાં વધારો થશે.
અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે. જેના કારણે બપોરે ગરમી અને રાત્રે હળવી ઠંડક અનુભવાશે તો અમરેલીમાં મહત્તમ તાપમાન ઘટીને 27 ડિગ્રી પહોંચતા અતિશય ગરમીનો અનુભવ થશે તથા ન્યૂનત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે તો આણંદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 18 અનુભવાશે. બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે તો ભરૂચમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે.