ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં કાતિલ ગરમીની અસર મતદાન પર થવાની શક્યતા, વર્ષ 2014 કરતાં 2019માં 2.37 ટકા મતદાન ઘટયું હતુ

Text To Speech
  • અમદાવાદ પૂર્વમાં વર્ષ 2009માં માંડ 42.35 ટકા મતદાન થયું હતું
  • શહેરમાં 2014માં મતદાનની ટકાવારી વધી હતી
  • સૌથી ઓછું 58.92 ટકા મતદાન બાપુનગર બેઠક પર થયું હતું

અમદાવાદમાં કાતિલ ગરમીની અસર મતદાન પર થવાની શક્યતા છે. જેમાં વર્ષ 2014 કરતાં 2019માં 2.37 ટકા મતદાન ઘટયું હતુ. અમદાવાદ પૂર્વ-પશ્ચિમ બેઠક પર પુરુષો કરતાં મહિલા મતદાન ઓછું કરે છે. રાજયમાં લોકસભા ચૂંટણીની 25 બેઠકો માટે 7મી મે ના રોજ મતદાન થવાનું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 7 મી એપ્રિલે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થાય તેમાં જાણો શું છે તૈયારી 

કાતિલ ગરમીની અસર મતદાન પર પડવાની શકયતા

અમદાવાદ સહિતના મહાનગરોમાં જોવા મળી રહેલી કાતિલ ગરમીની અસર મતદાન પર પડવાની શકયતા છે. લોકસભાની અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બેઠક પર પુરુષ મતદારોની સરખામણીએ મહિલા મતદાનની ટકાવારી ઓછી જોવા મળી છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 2014ની સરખામણીએ 2.27 ટકા જેટલું મતદાન ઘટયું હતું. આ વખતે ગરમીનો પારો વધુ રહે તેવો વર્તારો છે ત્યારે અમદાવાદની આ બેઠકો પર કેટલું મતદાન થાય છે તે જોવું રહ્યું છે.

અમદાવાદ પશ્ચિમમાં પુરુષ મતદાન 63.99 ટકા રહ્યું હતુ

ચૂંટણી પંચ દ્વારા મતદાન વધે તે માટે સતત જાગૃતિ ક્રાયક્રમો યોજાઈ રહ્યા છે. અમદાવાદ પૂર્વમાં વર્ષ 2009માં માંડ 42.35 ટકા મતદાન થયું હતું, એ પછી 2014માં મતદાનની ટકાવારી વધી હતી, જેમાં 61.26 ટકા જ્યારે 2019માં 61.29 ટકા મતદાન થયું હતું. વર્ષ 2019ની અમદાવાદ પૂર્વની બેઠક પર છેલ્લી ચૂંટણીમાં પુરુષોનું મતદાન 64.95 જ્યારે મહિલા મતદાન 57.22 ટકા થયું હતું. આ લોકસભામાં જે સાત વિધાનસભા બેઠકો આવે છે તેમાં ગાંધીનગર દક્ષિણમાં સૌથી વધુ 64.55 ટકા જ્યારે સૌથી ઓછું 58.92 ટકા મતદાન બાપુનગર બેઠક પર થયું હતું. અમદાવાદની પશ્ચિમ લોકસભા (એસસી) બેઠક ઉપર છેલ્લી 2014ની ચૂંટણીમાં 60.37 ટકા મતદાન થયું હતું, જે પૈકી મણિનગર વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ 63.32 ટકા અને સૌથી ઓછું જમાલપુર-ખાડિયા બેઠક ઉપર 56.89 ટકા મતદાન થયું હતું. અમદાવાદ પશ્ચિમમાં પુરુષ મતદાન 63.99 ટકા રહ્યું હતુ.

Back to top button