પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આજે સુનાવણી ટળી, જાણો હવે ક્યારે થશે સુનાવણી ?

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેલમાં બંધ તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી. આ કેસમાં આજે સુનાવણી ટળી હતી.તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી હતી.
પ્રગ્નેશ પટેલની જામીન અરજી પર સુનાવણી ટળી
પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી ઉપર આજે સુનાવણી ટળી હતી.આજે આ સમગ્ર મામલે સરકાર તરફથી જવાબ રજૂ કરવામાં આવવાનો હતો. પરંતું આ કેસમાં સરકારી અધિકારી કાર્યક્રમના બંદોબસ્તમાં વ્યસ્ત હોવાથી આજની સુનાવણી ટળી હતી. અને હવે આગામી મુદતમાં સરકાર દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવશે.
છ ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે
ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં ઘટના સ્થળે હાજર લોકોને તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.તેથી તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રગ્નેશ પટેલે જામીન મેળવવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી દાખલ કરી છે. અને તેની જામીન અરજી ઉપર આજે સુનાવણી ટળી હતી.પ્રગ્નેશ પટેલની જમીન માટે હવે છ ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : સીમા હૈદર 2024માં સાંસદની ચૂંટણી લડશે! આ પાર્ટીએ આપી મોટી ઓફર
પ્રજ્ઞેશ પટેલના વકિલે શું કહ્યું ?
પ્રજ્ઞેશ પટેલના વકિલે જણાવ્યું હતુ કે”તેમને પકડી શકવાના કોઈ મજબૂત પુરાવા પણ નથી. તેમના પર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ તેમના દીકરાને લઈ ગયા હતા પરંતુ હકીકતમાં મેડિકલ ટ્રીટમેન્ટ માટે તથ્યને લઈ જવામાં આવ્યો હતો”
અકસ્માત બાદ પુત્રને ભગાડી હોસ્પિટલ લઈ ગયો હતો પ્રજ્ઞેશ પટેલ
ઇસ્કોન દુર્ઘટના બાદ તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ પુત્રને ભગાડી હોસ્પિટલ લઈ ગયા હતા. તેમજ તેને ખોટુ બોલી હોસ્પિટલમાં પુત્રની સારવાર કરાવી હતી. જે બાદ પોલીસે પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ પણ ગુનો નોંધી અટકાયત કરી હતી.
પ્રજ્ઞેશ પટેલનો ઓડિયો થયો હતો વાયરલ
ઈસ્કોન બ્રિજ પર અકસ્માત જોવા માટે ઉભા રહેલા લોકોમાંથી 9 વ્યક્તિઓને જેગુઆર કારથી કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની કથિત એક ઓડિયો ક્લિપ હાલ વાયરલ થઇ છે.જેમાં પ્રજ્ઞેશ પટેલ કોઈની સાથે વાત કરી રહ્યો છે. જેમાં તે પોતાના છોકરાની ભૂલ સ્વીકારવાને બદલે “19 – 20 વર્ષના છોકરાઓથી આવુ કોઈક વાર થઈ જાય’ તેવું કહી રહ્યો છે.
આ પણ વાંચો : ખેડામાં તોડબાજ મહિલા પત્રકારો સામે ફરિયાદ, ડોક્ટર પાસે રૂ.50 હજારની કરી હતી માંગણી