ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતમાં ડ્રેનેજની કામગીરી દરમિયાન બે કામદારોના મોત

Text To Speech

સુરતમાં ડ્રેનેજની કામગીરી દરમિયાન મોટી ઘટની બની છે. ડ્રેનેજમાં ઉતરીને તેની સાફસફાઈની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે અચાનક બે કામદારોના ડ્રેનેજમાં ગુંગળાઈ જવાથી મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યુ છે. ત્રણ કામદારો ડ્રેનેજ સફાઇની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન દુર્ઘટના બની છે. ઘટનામાં ગૂંગળામણને કારણે ત્રણેય કામદારોની તબિયત બગડી હતી. જેમાંથી બે કામદારના મૃત્યુ નિપજતા હાહાકાર મચી ગયો છે.

સુરત શહેરમાં હવે ચોમાસુ જતા અનેક ગટરોની સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ કામગીરી કરી રહેલા ત્રણ મજૂરો ડ્રેનેજમાં સફાઈ કરવા ઉતર્યા હતા. ત્યારે આ સમયે અચાન બે કામદારો ડ્રેનેજમાં ગુંગળાઈ જતા કામદારોની હાલત લથડી હતી. ત્યારે તે ત્રણે કામદારોને હોસ્પીટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યારે સારવાર દરમિયાન બે કામદારોના મોત થયા છે, જ્યારે અન્ય કામદારની સ્થિતિ નાજૂક હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ કામદારની સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે પોલીસ અને સ્થાનિક તંત્ર દોડતું થયું છે.

ગૂંગળામણને કામદારોના બેના મોત

આજે સવારે સુરતના એસવીએનઆઈટી કોલેજ પાસે સફાઇ કામદારો ગટર સાફ કરવાની કામગીરી કરી રહ્યા હતા, તે દરમિયાન આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ગટર સાફ કરવાની કામગીરી માટે ત્રણ કામદારો ગટરમાં ઉતર્યા હોવાનું કહેવાઇ રહ્યું છે. ગટરમાં ઉતરેલા ત્રણેય કામદારો ગૂંગળાયા હતા. ગૂંગળામણના લીધે ત્રણેય કામદારો ગટરમાં ફસાઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ લોકોએ પોલીસ અને તંત્રને પણ આ ઘટનાની જાણ કરી હતી. ત્યારે આ અંગે જાણ થતા જ મેયર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

શહેરમાં ડ્રેનેજની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. અહીં ડ્રેનેજની કામગીરી દરમિયાન બે કામદારોના મોત નિપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રણ કામદારો ડ્રેનેજ સફાઇની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન દુર્ઘટના બની છે. ઘટનામાં ગૂંગળામણને લીધે ત્રણેય કામદારોની તબિયત બગડી હતી. જ્યારે સારવાર દરમિયાન બે કામદારોના મોત થયા છે, જ્યારે અન્ય કામદારની સ્થિતિ નાજૂક હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ કામદારની સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે પોલીસ અને સ્થાનિક તંત્ર દોડતું થયું છે.

ગટરમાં ફસાયા કામદારો

આજે સવારે સુરતના એસવીએનઆઈટી કોલેજ પાસે સફાઇ કામદારો ગટર સાફ કરવાની કામગીરી કરી રહ્યા હતા, તે દરમિયાન આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ગટર સાફ કરવાની કામગીરી માટે ત્રણ કામદારો ગટરમાં ઉતર્યા હોવાનું કહેવાઇ રહ્યું છે. ગટરમાં ઉતરેલા ત્રણેય કામદારો ગૂંગળાયા હતા. ગૂંગળામણના લીધે ત્રણેય કામદારો ગટરમાં ફસાઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. સાથે જ પોલીસ અને તંત્રને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સ્માર્ટ સિટી સુરત બન્યુ ક્રાઈમ સિટી: છેલ્લા 24 કલાકમાં જ હત્યાના 3 બનાવો

Back to top button