ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દેશભરમાં ડેન્ગ્યુના કેસો વધતાં આરોગ્ય મંત્રીએ કરી સમીક્ષા

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ભારતમાં ડેન્ગ્યુની સ્થિતિ અને જેમાં દેશભરમાં ડેન્ગ્યુના કેસોમાં તાજેતરમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને ડેન્ગ્યુના નિવારણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે જાહેર આરોગ્ય તંત્રની સજ્જતાની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી.

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાષ્ટ્રવ્યાપી ડેન્ગ્યુની પરિસ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. દેશમાં ડેન્ગ્યુના કેસોની વધતી જતી સંખ્યાને કારણે ઊભા થયેલા પડકારને રેખાંકિત કરતાં ડો. મનસુખ માંડવિયાએ ડેન્ગ્યુ સામે તૈયાર રહેવાના મહત્ત્વને નોંધ્યું હતું. તેમણે અધિકારીઓને ડેન્ગ્યુ માટે નિવારણ, નિયંત્રણ અને વ્યવસ્થાપનના પગલાંને સંપૂર્ણપણે સજ્જ કરવા અને મજબૂત બનાવવા સૂચના આપી છે.

કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી:

ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે રાજ્યોને સ્ક્રિનિંગ કિટ માટે તમામ જરૂરી સહાય પૂરી પાડી છે અને ફોગિંગ અને આઇઇસી પ્રવૃત્તિઓ માટે પણ નાણાકીય સહાય પૂરી પાડી છે. હેલ્થકેર વર્કર્સને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે. તેમણે રાજ્યોને ડેન્ગ્યુના નિવારણ અને નિયંત્રણ માટે કેન્દ્ર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી.

  • કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન (પીઆઇપી) હેઠળ ડેન્ગ્યુને અટકાવવા અને તેને નિયંત્રિત કરવા માટે નીચેની પ્રવૃત્તિઓ માટે પર્યાપ્ત ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
  1. દેખરેખ – રોગ અને એન્ટોમોલોજીકલ સર્વેલન્સ.
  2. કેસ મેનેજમેન્ટ- કેસોનું અસરકારક સંચાલન અને મૃત્યુને ટાળવું.
  3. લેબોરેટરી નિદાન – કેસોના વહેલાસર નિદાન માટે એલિસા આધારિત એનએસ1 એન્ટિજેન ટેસ્ટ કિટ (1કીટ=96 ટેસ્ટ)ની પ્રાપ્તિ. (આઇજીએમ ટેસ્ટ કિટ એ એનઆઇવી પૂણે મારફતે કેન્દ્રીય પુરવઠો છે)
  4. વેક્ટર નિયંત્રણ અને વ્યવસ્થાપન – સ્થાનિક સંવર્ધન ચેકર્સ (ડીબીસી) અને આશાનાં જોડાણમાં વેક્ટર સંવર્ધન અને સ્ત્રોતમાં ઘટાડો કરવાની પ્રવૃત્તિઓને નાબૂદ કરવી. ફોગિંગ મશીનોની ખરીદી માટે બજેટની જોગવાઈ છે.
  5. જંતુનાશકો: જંતુનાશકોની પ્રાપ્તિ (લાર્વિકાઈડ્સ અને પુખ્તાહત્યાઓ)
  6. ક્ષમતા નિર્માણ- તાલીમ, માનવ સંસાધનને મજબૂત કરવું અને કાર્યકારી સંશોધન.
  7. વર્તણૂકમાં પરિવર્તન સંચાર – સામાજિક ગતિશીલતા અને આઇ.ઇ.સી.
  8. આંતર-ક્ષેત્રીય સંકલન – વિવિધ લાઇન વિભાગોની સંડોવણી.
  9. દેખરેખ અને નિરીક્ષણ – અહેવાલોનું વિશ્લેષણ, સમીક્ષા, ફીલ્ડ મુલાકાત અને પ્રતિસાદ.

એન્ટોમોલોજીકલ કમ્પોનન્ટ – ઝોનલ એન્ટોમોલોજીકલ યુનિટ્સ (ઇન્ટિગ્રેટેડ વીબીડી):

  1. એન્ટોમોલોજીકલ લેબને મજબૂત બનાવવા માટે લોજિસ્ટિક્સ
  2. દેખરેખ અને મૂલ્યાંકન
  3. ક્ષેત્રની પ્રવૃત્તિઓ માટે ગતિશીલતા આધાર
  4. એન્ટોમોલોજિસ્ટ અને જંતુ સંગ્રહકોની ભરતી

આ બેઠકમાં શ્રીમતી એલ. એસ. ચાંગસાન, એએસ અને એમડી (એનએચએમ), આરોગ્ય મંત્રાલય; શ્રીમતી આરાધના પટનાયક, આરોગ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ; આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ ડો.માનશ્વી કુમાર અને વરિષ્ઠ અધિકારીઓ અને જાહેર આરોગ્ય નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: વાઇબ્રન્ટ ગુજરાતની સફળતાના મુખ્ય તત્વો વિચાર, કલ્પના અને અમલીકરણઃ PM મોદી

Back to top button