ગુજરાત

સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-2023નો આરોગ્ય મંત્રીએ કડાથી પ્રારંભ કરાવ્યો

Text To Speech

સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-2023નો આરોગ્ય મંત્રીએ સવારે કડાથી પ્રારંભ કરાવ્યો છે. જેમાં મહેસાણા જિલ્લાનાં તળાવો ઊંડાં કરી જળસંચય કરવામાં આવશે. તથા મહેસાણા જિલ્લામાં 31મી મે સુધી અભિયાન ચાલશે. તથા સુજલામ્ સુફલામ્ જળ અભિયાનથી નાગરિકોના જીવન ધોરણમાં સુધારો થશે.

આ પણ વાંચો: ગુજરાતમાં જંત્રી વધતા સરકાર સ્ટેમ્પ ડયૂટીમાં આંશિક રાહત આપશે!

સુજલામ્ સુફલામ્ જળ અભિયાનથી નાગરિકોના જીવન ધોરણમાં સુધારો થાય છે

સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-2023નોઆરોગ્ય મંત્રી તા.17મીએ સવારે કડાથી પ્રારંભ કરાવ્યો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. મહેસાણાનાં તળાવો ઊંડાં કરી જળસંચય કરાશે. સુજલામ્ સુફલામ્ અભિયાન તા.17મીથી તા.31મી મે સુધી ચાલશે. જળ સંચયનું કામ માઈક્રો પ્લાનીંગથી કરવા કલકેટરે અધિકારીઓને સુચના આપી હતી. જિલ્લા કલેકટર એમ. નાગરાજને જણાવ્યું હતું કે, સુજલામ્ સુફલામ્ જળ અભિયાનથી નાગરિકોના જીવન ધોરણમાં સુધારો થાય છે.

આ પણ વાંચો: ગુજરાતી ભાષાના ફરજિયાત શિક્ષણ મુદ્દે હાઈકોર્ટની સરકારને ટકોર 

વર્ષ-2023માં આ અભિયાન તા.31મી મે સુધી ચાલશે

આ અભિયાનને સફળ બનાવવા માટે સૌના સાથ, સૌના વિકાસથી કામ કરીએ તે જરૂરી છે. આ અભિયાનમાં તળાવ, ચેકડેમો ઊંડા ઉતારવાની સાથે જનતાના સ્વાસ્થ્યને અસર કરતી ટાંકી, સંમ્પ, પાણી-ગટરની લાઈન સાફ કરવા સહિતની કામગીરી હાથ ધરાનાર છે. વર્ષ-2018થી શરૂ થયેલું જળ અભિયાન હેઠળ વર્ષે ખુબ સારી રીતે પણ કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ-2023માં આ અભિયાન તા. 31મી મે સુધી ચાલનાર છે.

આ પણ વાંચો: અમદાવાદથી અંકલેશ્વર સુધી 8 લેન એક્સપ્રેસ વેની તૈયારી પૂરજોશમાં, જાણો ક્યારે થશે કાર્યરત 

અધિકારીઓએ કામ કરવું જોઈએ તેમ જિલ્લા કલેકટરે જણાવ્યું

આ વર્ષે પણ લોક ભાગીદારી, મનરેગા અને વિભાગીય કચેરીઓના સંકલન સાથે જળ સંચયનું કામ અને નાગરિકોને તેનો લાભ મળે તેવા માઈક્રો પ્લાનીંગ સાથે અધિકારીઓએ કામ કરવું જોઈએ તેમ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું. સુજલામ્ સુફલામ જળ અભિયાન માત્ર જળ સંચયલક્ષી ન બનતાં જાહેર હિતના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પણ કારણભૂત બને તે રીતે કામગીરી કરવાનું સુચન કર્યું હતું. આ બેઠકમાં ડીડીઓ ડો.ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેકટર ઈન્દ્રજીતસિંહ વાળા, અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button