ગુજરાત

કલોલમાં કોલેરાના કેસ વધ્તા આરોગ્ય મંત્રીએ બેઠક બોલાવી, બેઠક બાદ દર્દીઓના હાલ પુછ્યા

Text To Speech

ગાંધીનગરના કલોલમાં કોલેરાની સ્થિતિ અંગે કલોલ નગરપાલિકા ખાતે બેઠક મળી. ઋષિકેશ પટેલે કલોલ CHC અને રેફરલ હોસ્પિટલની મુલાકાત લીધી જ્યાં કોલેરાગ્રસ્ત દર્દીઓના આરોગ્ય મંત્રીએ ખબરઅંતર પુછ્યા.

ગાંધીનગરના કલોલમાં કોલેરાએ કહેર મચાવ્યો છે ત્યારે કલોલમાં સતત વધતા કોલેરાના કેસને લઇ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વહીવટી તંત્રને રોગચાળાને નિયંત્રણમાં લેવા સૂચના આપી હતી. ત્યારે અમિત શાહની સૂચના બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કલોલમાં મહત્વની બેઠક કરી છે. કલોલ નગરપાલિકાની કચેરી ખાતે ઋષિકેશ પટેલે કલેક્ટર, ચીફ ઓફિસર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને કોલેરા અંગે સમીક્ષા કરી હતી.

કલોલમાં કોલેરાના કેસ વધ્તા આરોગ્ય મંત્રીએ બેઠક બોલાવી, બેઠક બાદ દર્દીઓના હાલ પુછ્યા

કોલેરાગ્રસ્ત વિસ્તારમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવા માટે સૂચના આપી હતી. સાથે સાથે અન્ય વિસ્તારોમાં કોલેરા ન પ્રસરી તેવા પગલા લેવા પણ તંત્રને તાકીદ કરી છે. તો બેઠક બાદ ઋષિકેશ પટેલ CHC અને રેફરલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યાં હતા. જ્યા સારવાર લઇ રહેલા દર્દીઓને મળ્યાં હતા અને ખબરઅંતર પુછ્યાં હતા.

  • આ અગાઉ જ તા.12/06/2023 ના રોજ ક્લેક્ટર દ્વારા જાહેર નામું બહાર પાડ્યું હતું, જેમાં 5 વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા હતા.

કોલેરાના લક્ષણો:

આ રોગ વિબ્રીઓ કોલેરી નામના બેકટેરિયાથી ફેલાય છે. સામાન્ય રીતે આ બીમારી શરૂઆત સાધારણ ઝાડા, ઉલ્ટીથી થાય છે. પરંતુ જો યોગ્ય સમયે સારવાર લેવામાં ન આવે તો આ બીમારી જીવલેણ પણ સાબિત થઇ શકે છે. કોલેરા પેટના ઇન્ફેક્શનથી થાય છે, તેથી પેટમાં દુઃખાવો અને પેટ ખરાબ થવું તે તેનું પ્રથમ લક્ષણ છે. સંક્રમણના 12 કલાકથી લઇને 5 દિવસની અંદર આ લક્ષણોમાં વધારો થાય છે. જો કે, કેટલાંક કેસમાં આ બીમારીના પ્રારંભિક લક્ષણો સુદ્ધાં જોવા મળતા નથી. 12 કલાકની અંદર પેટ ખરાબ થયા બાદ ગંભીર ડાયરિયા થઇ શકે છે, જેનાથી શરીરમાં ડિહાઇડ્રેશન એટલે કે, પાણીની ઉણપ સર્જાઇ શકે છે.

આ પણ વાંંચો: રાહુલ ગાંધીની પ્રેમની દુકાનને લઈને આપના નેતા સૌરભ ભારદ્વાજનું નિવેદન

Back to top button