બિઝનેસવર્લ્ડ

SpaceX અને Xનું હેડક્વાર્ટર હવે કેલિફોર્નિયામાં નહિ રહે, જુઓ ક્યાં કાયદાથી નારાજ થઇ મસ્કે લીધો મોટો નિર્ણય?

  • મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હેડક્વાર્ટર બદલવા અંગે આપી માહિતી
  • અગાઉ વર્ષ 2021માં પણ ટેસ્લાનું કોર્પોરેટ હેડક્વાર્ટર કેલિફોર્નિયાથી ઓસ્ટિન ખસેડાયું હતું

કેલિફોર્નિયા, 17 જુલાઈ : દિગ્ગજ અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક દરરોજ હેડલાઇન્સમાં રહે છે. હવે તે પોતાની બે કંપનીઓ સ્પેસએક્સ અને એક્સને લઈને ચર્ચામાં આવી ગયા છે. તેણે પોતાની બંને કંપનીઓના હેડક્વાર્ટરને કેલિફોર્નિયાથી ટેક્સાસમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે. તેણે ખુદ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી.

X અને SpaceX નું હેડક્વાર્ટર હવે આ શહેરોમાં લઇ જવાશે

એલોન મસ્કએ ગઈકાલે મંગળવારે સ્પેસએક્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના હેડક્વાર્ટરને કેલિફોર્નિયાથી ટેક્સાસમાં સ્થાનાંતરિત કરવાની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે સ્પેસએક્સનું મુખ્યાલય હાલમાં કેલિફોર્નિયાના હોથોર્નમાં સ્થિત છે. હવે તેને ટેક્સાસમાં સ્ટારબેઝમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે. Xનું મુખ્ય મથક હવે સાન ફ્રાન્સિસ્કોમાં રહેશે નહીં. તેને અહીંથી હટાવીને ઓસ્ટિન લઈ જવામાં આવશે. મસ્કના જણાવ્યા અનુસાર, આ નિર્ણય પાછળનું કારણ કેલિફોર્નિયામાં તાજેતરમાં પસાર થયેલ કાયદો હતો, જેના પર ગવર્નર ગેવિન ન્યૂઝમે હસ્તાક્ષર કર્યા હતા.

આ પણ વાંચો : બિહારમાં ટ્રિપલ મર્ડર, પિતા અને બે પુત્રીઓની હત્યા, માતાની હાલત ગંભીર

નવો કાયદો શું છે?

આ કાયદા અનુસાર, શાળાના નિયમો હેઠળ, હવે શિક્ષકો અને સ્ટાફ બાળકની સંમતિ વિના માતા-પિતા સહિત કોઈને પણ બાળકની જાતિ ઓળખ અને જાતીય પસંદગી વિશે કહી શકશે નહીં. કાયદાના સમર્થકો કહે છે કે તે LGBTQ વિદ્યાર્થીઓને સુરક્ષિત કરવામાં મદદ કરશે કે જેઓ એવા ઘરોમાં રહે છે જ્યાં તેમને સન્માન આપવામાં આવતું નથી. પરંતુ વિરોધીઓ કહે છે કે તે માતાપિતા સાથે વધુ પારદર્શક બનવાની શાળાઓની ક્ષમતાને અવરોધે છે.

મસ્કે શું કહ્યું ?

મસ્કે જણાવ્યું હતું ‘મેં લગભગ એક વર્ષ પહેલાં ગવર્નર ન્યૂઝમને સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રકારના કાયદા પરિવારો અને કંપનીઓને તેમના બાળકોની સલામતી માટે કેલિફોર્નિયા છોડવાની ફરજ પાડશે.’ તેણે કહ્યું કે તેથી જ તેણે Xનું હેડક્વાર્ટર ઓસ્ટિનમાં ખસેડવાનો નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે આ પહેલીવાર નથી કે જ્યારે એલોન મસ્કે તેમની કોઈ કંપનીને કેલિફોર્નિયામાંથી બહાર લઈ જવાનો નિર્ણય લીધો હોય. વર્ષ 2021 માં, ટેસ્લાએ તેનું કોર્પોરેટ હેડક્વાર્ટર પાલો અલ્ટો, કેલિફોર્નિયાથી ઓસ્ટિન, ટેક્સાસમાં ખસેડ્યું. આ સિવાય મસ્કે પોતાનું ઘર કેલિફોર્નિયાથી ટેક્સાસ શિફ્ટ કર્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતમાં ઔદ્યોગિક અને ક્વોરી વિસ્તારોના રસ્તાઓનું અપગ્રેશન અને મજબૂતીકરણ થશે

Back to top button